જેટલીની અંતિમ વિદાય આજે, સવારે 10 વાગ્યા પછી પાર્થિવ દેહને ભાજપના કાર્યાલયમાં રાખવામાં આવશે

Contact News Publisher

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના અંતિમ સંસ્કાર જે બપોર બાદ નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. જેટલીનો પાર્થિવ દેહ તેમના ઘરે રાખવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યા પછી તેને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલયમાં લઈ જવામાં આવશે. જેટલીએ શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 66 વર્ષના હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા જેટલીને કેન્સર થઈ ગયું હતું. તેમને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહરીનના પ્રવસે છે. મોદીએ જેટલીની પત્ની અને તેમના પુત્ર સાથે ફોન પર વાત કરી. બંનેએ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી. બાદમાં મોદી બહરીનમાં ભારતીયોને સંબોધિત કરત અરુણ જેટલીને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું એક દર્દને દબાવીને તમારી વચ્ચે ઉભો છું. વિદ્યાર્થી જીવનથી લઈને પબ્લિક જીવનમાં અમે સાથે રહ્યા. દરેક સમયમાં એક-બીજાની સાથે રહેવું, સાથે મળીને સંઘર્ષ કરવો. જે મિત્ર સાથે આ બધો સમય વીતાવ્યો તેણે આજે દેશ છોડી દીધો. કલ્પના કરી શકું તેમ નથી કે આટલો દૂર છું અને મારા એક મિત્ર ચાલ્યો ગયો. ખુબ જ દુ:ખનો સમય છે. પરંતુ હું એક તરફ કર્તવ્ય અને બીજી તરફ દોસ્તીની ભાવનાથી ભરેલો છું. હું મિત્ર અરુણને બેહરીનની ધરતી પરથી શ્રદ્ધાંજલિ આપું છું. ઈશ્વર તેમના પરિવારને શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News