કચ્છમાં સારા વરસાદ બાદ ખરીફ વાવેતર ૪.૧૦ લાખ હેક્ટરે પહોંચ્યું

Contact News Publisher

વરસાદની અનિયમીતતાના કારણે કચ્છમાં ખેતી કરવી ખુબ જ મૂશ્કેલ છે. ગત વર્ષે દુષ્કાળનો સામનો કરનાર કચ્છ પર આ વખતે મોડે મોડે મેઘરાજા મહેરબાન થતા ખેતીના વાવેતરમાં સારો એવો વાધારો થયો છે. મળતી વિગતો અનુસાર અત્યાર સુધીમાં કચ્છનું ખરીફ સિઝનનું વાવેતર ૪.૧૦ લાખ હેક્ટર સુાધી પહોંચી ગયું છે. જે સરેરાશ વાવેતર વિસ્તારના પ૧ ટકાથી વાધારે થવા જાય છે.

એકાદ સપ્તાહ સુાધી ધોધમાર વરસેલા વરસાદાથી ધરતી તૃપ્ત થઈ જતા ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરવા માંડયું હતું. હાલ સ્પષ્ટ થયેલી સિૃથતિ અનુસાર કચ્છ જિલ્લામાં કુલ ૮.૦ર લાખ હેક્ટરના કુલ વાવેતર વિસ્તાર સામે ૪,૧૦,૮૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. સામાન્ય રીતે ચોમાસામાં ખેડૂતો મગફળી, કપાસ અને બાજરી જેવા પાકો લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કચ્છમાં વરસાદ મોડો પડતા અને સિઝનના દિવસો કપાઈ જતા ટૂંકાગાળાના મગના પાકનું વાવેતર વધ્યું છે. આવી રીતે જ કોઈપણ વિષમ સિૃથતિમાં ઉગી નિકળતા ગુવાર પાકનું કપાસાથી પણ વાધારે વાવેતર થયું છે. આ ઉપરાંત દિવેલા, તલ અને ઉનાળાના સમયે કામ આવી શકે તેવા ઘાસ-ચારાના પાકનું પણ વાવેતર વરસાદ બાદ વધ્યું છે. શરૃઆતના સમયમાં વરસાદ પહેલા પિયતની વ્યવસૃથા હોય તેવા ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *