પ્રદૂષક અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઈડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પહેલા ક્રમે

Contact News Publisher

હવા પ્રદૂષણમાં મહત્વનો રોલ ભજવતા સલ્ફર ડાયોક્સાઈડ નામના ઝેરી વાયુનું ઉત્પાદન કરનારા દેશોમાં ભારત સૌથી પહેલા ક્રમે છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસે સલ્ફર ડાયોક્સાઈડના પ્રદૂષણ અંગે એક ૩૯ પાનાનો અહેવાલ તૈયાર કર્યો છે. સલ્ફર ડાયોક્સાઈડ અતિ ઝેરી વાયુ છે. આખી દુનિયામાં આ વાયુ પેદા કરનારા સૌથી વધુ સ્થળ ભારતમાં નોંધાયા છે. જગતમાં કુલ સલ્ફર ડાયોક્સાઈડ હવામાં ઠલવાય છે તેમાંથી ૧૫ ટકા ફાળો એકલા ભારતનો છે. ગ્રીનપીસે નાસાના ઓઝોન મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સેટેલાઇટના ડેટાના આધારે આ અહેવાલ કર્યો હતો. તેમણે મુખ્યત્વે અહેવાલમાં પ્રદૂષણ ફેલાવનારા સ્થળોએ સેટેલાઇટની મદદથી ઑળખી કાઢ્યા છે.

ભારતમાં સલ્ફર ડાયોક્સાઈડના ઉત્પાદનનું મુખ્ય કારણ પાવર પ્લાન્ટમાં વપરાતો કોલસો તથા અન્ય પરંપરાગત બળતણોનો વપરાશ છે. ઘરમાં દીવાસડી પ્રગટવીએ ત્યારે પણ તેમાથી ચોક્કસ પ્રકારના વાયુ પેદા થતાં હોય છે. જેમાં હાનિકારક સલ્ફર ડાયોક્સાઈડનો પણ સમાવેશ થાય છે. આ વાયુ હવા પ્રદુષણમા મોટો ફાળો આપે છે. માટે તેનું વધારે પ્રમાણ કોઈ દેશ માટે ખતરનાક બની રહે છે. કોલસો બળવા ઉપરાંત ઉદ્યોગો દ્વારા બહાર ફેંકાતા વાયુઓમાં પણ સલ્ફર ડાયોક્સાઈડ મોટી માત્રમાં હોય છે. રેલ્વેના કોલસા આધારિત લોકોમોટિવ (એંજિન), દરિયામાં ચાલતા જહાજો, કાચી ધાતુમાંથી ધાતુ ગાળતી ભઠી વગેરે સલ્ફરના મુખ્ય ઉત્પાદકોએ છે.

1 thought on “પ્રદૂષક અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઈડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પહેલા ક્રમે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News