હવે ભુજવાસીઓ નહીં જુએ સિટી બસની રાહ : સેવા થઈ રહી છે બંધ

Contact News Publisher

હાલ જ્યારે દેશભરમાં લાગું થયેલા નવા મોટર વ્હીકલ એકટનો અમલ ગુજરાતમાં તા.16 સપ્ટે.થી કડક અમલવારી થશે તેવામાં ટ્રાફિક પૂરતો ન મળતો હોવાથી અંતે આગામી 1/10થી ભુજમાં સિટી બસ સુવિધા બંધ કરવા નિર્ણય લેવાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હાલ થોડા સમય પહેલા જ ભુજ સ્થિત મીતરાજ ટ્રાવેલ્સને ૯ વર્ષ સુધી શહેર સિટી બસ સેવા આપવા કોન્ટ્રાક્ટ અપાતાં સિટીબસ સેવાનો પ્રારંભ કરાયો હતો. જેના અનુસંધાને સંચાલકો દ્વારા નવી ૧૦ બસોની ખરીદારી પણ કરાઇ હતી પણ અને સાથે સાથે અલગ-અલગ પાસની યોજના પણ જાહેર કરી હતી પણ હાલ કેટલાક સમયથી ટ્રાફિક મળતી ન હોવાથી તેમજ સિટીબસ સ્ટેશને આવતા પ્રવાસીઓને બહાર ઊભેલા છકડાચાલકો આંતરી જતાં સંચાલકોને નુકશાની વેઠવી પડી રહી છે. આ કારણોસર આગામી તા. ૧/૧૦ થી સિટી બસ સુવિધા બંધ કરવા નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *