જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મોટો ધડાકો : કચ્છમાં ૫ હજાર બાળકો કુપોષિત

Contact News Publisher

ગઇકાલે ભારે ગરમાગરમી વચ્ચે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ ગઈ, તેમાં ભારે નવાઇનું કારણ ખુદ સત્તા પક્ષના સભ્યોની નારાજગી જોવા મળી હતી. જેમાં ભાજપની નારાજગી સામે કોંગ્રેસે ટોણો મારતા ગેરહાજર સભ્યોની સંખ્યા જાણવા માંગી હતી. જેમાં ૧૧ સભ્યો ગેરહાજર હોઈ કોંગ્રેસે ભાજપમાં એક સામટા સભ્યોની ગેરહાજરી તેમની નારાજગી હોવાનું જણાવીને રાજકીય રીતે ભીડવવા પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસ વતી વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, તકીશા બાવા અને સલીમ જતે મોરચો સભાળીને ભ્રષ્ટાચાર તેમ જ ગેરવહીવટના મુદ્દે શાસક પક્ષ ભાજપને તેમ જ અધિકારીવર્ગને ભીંસમાં લીધો હતો. આ આક્ષેપો આક્રમક હતા અને એટલે, સુધી કે, ખુદ ડીડીઓ પ્રભવ જોશી પાસે જવાબ નહોતો માત્ર તપાસ કરીશું કહીને કોંગ્રેસી સભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. અબડાસામાં ૧ કરોડ ૫૭ લાખના ખર્ચે રોડ રિપેર કરાયા હોવાની માહિતીને કિશોરસિંહ જાડેજાએ રૂબરૂમાં પડકારીને કનિદૈ લાકિઅ કામ કર્યા વગર બિલ મંજુર કરાયા હોવાનો અને માત્ર માટી નાખીને મેટલના નામે બિલ બનાવાયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો અને કચ્છમાં પ હજાર જેટલા બાળકો કુપોષિત હોવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News