મોદી હન્ડ્રેડ ડેઝ પેવેલીયનની કચ્છમાં દોઢ લાખ લોકોએ લીધી મુલાકાત- મોદી સેલ્ફી પોઇન્ટમાં લાઈનો

Contact News Publisher

માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર પ્રાદેશિક કચેરી અમદાવાદ અને રિજનલ આઉટ રિચ બ્યુરો દ્વારા કચ્છમાં પ્રથમ જ વખત લોકમેળામાં યોજાયેલા મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન પેવેલીયને જબરદસ્ત લોક આકર્ષણ જમાવ્યું હતું. આ પેવેલિયન કચ્છના મીની તરણેતર સમાન મોટા યક્ષના મેળામાં ઉભું કરાયું હતું.

ત્રણ દિવસ ચાલેલા આ મેળામાં મોદી હન્ડ્રેડ ડેઝ ની થીમ સાથે મોદી સરકાર દ્વારા દેશભરમાં લોકો માટે અમલી બનાવાયેલ ૩૩ જેટલી મહત્વની યોજનાઓ વિશે જાણકારી આપતા બેનર્સ, પેમ્ફપ્લેટ ઉપરાંત નાટય શો, ગીત, નૃત્યો, ઓડિયો, વીડીયો સાથે ડિજિટલ શો દ્વારા માહિતી અપાઈ હતી. ગુજરાતના આ ત્રીજા લોકમેળામાં આવું મેગા પેવેલિયન ઉભું કરાયું હોવાનું જણાવતા માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના પ્રાદેશિક કચેરીના એડિશનલ ડીજી ડો. ધીરજ કાકડીયાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા છેવાડાના લોકો સુધી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે તે હેતુ સાથે આ આયોજન કરાઇ રહ્યું છે. રિજનલ આઉટ રિચ બ્યુરોના ડેપ્યુટી ડાયરેકટર નવલસંગ પરમારના જણાવ્યા પ્રમાણે કચ્છના લોકમેળામાં ત્રણ દિવસ દરમ્યાન દોઢ લાખ લોકોએ મોદી હન્ડ્રેડ ડેઝ પેવેલીયનની મુલાકાત લીધી હતી. તેમાં મોદી સેલ્ફી પોઇન્ટ ગ્રામીણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લોકમેળામાં વ્યવસ્થા એડી. ડી.જી. ડો. ધીરજ કાકડીયા અને નવલસંગ પરમારના માર્ગદર્શન હેઠળ દેવેન્દ્ર ત્રિવેદી, જિતેન્દ્ર યાદવ અને કે.આર. મહેશ્વરી તથા સ્ટાફે સંભાળી હતી.

3 thoughts on “મોદી હન્ડ્રેડ ડેઝ પેવેલીયનની કચ્છમાં દોઢ લાખ લોકોએ લીધી મુલાકાત- મોદી સેલ્ફી પોઇન્ટમાં લાઈનો

  1. સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયા અને રેલી કાઢી હતી. ઘર થી શરૂઆત કરી. શપથ લીધા.

  2. The regeneration maxed out on 3 hypertension can you drink orange juice with blood pressure medicine medications speed of the ancient elf tree s magic power is far less than the consumption rate priligy buy

  3. Please let me know if you’re looking for a article author for your
    weblog. You have some really great articles and I feel
    I would be a good asset. If you ever want to take some of
    the load off, I’d absolutely love to write some content for your blog in exchange
    for a link back to mine. Please shoot me an e-mail if interested.
    Thank you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News