ત્રણ ફિલ્મોએ એક દિવસમાં ૧૨૦ કરોડની કમાણી કરી, અર્થતંત્ર શ્રેષ્ઠ : કેન્દ્રિય મંત્રીનું ગણિત

Contact News Publisher

અવાર નવાર પોતાની વિશેષ ટિપ્પણીઓના કારણે ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફરી એકવાર ભારતના ડામાડોળ ચાલી રહેલા અર્થતંત્ર વિષે પોતાનું ગણિત કરી નિવેદન આપતા સમગ્ર મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આજે અર્થતંત્ર સારું કરી રહ્યું છે તેવા સરકારના દાવાને સમર્થન આપવા વિચિત્ર તર્ક રજૂ કર્યો. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરવા માટે મુંબઈમાં શ્રી પ્રસાદે દલીલ કરી હતી કે, બોલિવૂડની ત્રણ ફિલ્મોના બોક્સ ઓફિસના પરફોર્મન્સથી મોટાભાગના નાણાકીય નિષ્ણાતોના દાવા કરતા અર્થવ્યવસ્થાને બદલે અલગ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ Einstein के E=mc² का अर्थघटन…Economy=MovieCollection² !! તેમજ  #हमारेअनपढगंवार_नेता જેવા રમૂજી મેસેજ પણ વાઇરલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News