મુંદરામાં રાજકીય કડાકા ભડાકાના એંધાણ : માર્કેટયાર્ડની ચૂંટણીના સમીકરણો બદલાશે

Contact News Publisher

ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાની સાથે જ વિશાળ પરીવાર ધરાવતો પક્ષ બન્યો છે ત્યારે પરીવાર મોટો અને વ્યાપક થાય એટલે સૌની મહત્વકાંક્ષાઓ પણ વધી જતી હોય છે. આવો જ તાલ ગુજરાત અને કચ્છમાં પણ ભાજપમાં સમયાંતરે જોવાતો રહે છે. રાજ્યના શિક્ષણમંત્રી કચ્છના મુંદરાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મુંદરામાં કાલે રાજકીય નવાજુનીના એંધાણ જિલ્લાના રાજકીય વર્તુળોમાં જોવાઈ રહ્યો છે. મુંદરાના સહકારીક્ષેત્રની સંસ્થા માર્કેટીગ યાર્ડ એપીએમસીની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડી ગયુ છે અને આતંરીક ગરમાવો તેને લઈને પણ વ્યાપ જવા પામી ગયો છે તે વચ્ચે જ કાલે અહી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પધારી રહ્યા છે ત્યારે રાજકીય રીતે મુંદરામાં નવી હલચલના એધાંણ જોવાઈ રહ્યા છે.

કઈક કોંગ્રેસીઓ, દિગ્ગજો જે તેમના સંગઠનની નિષ્ક્રીયતાઓ થકી કિનારે આવીને બેઠા હતા તેઓ કેસરીયો ખેસ ધારણ કરી લેશે તેમ મનાય છે. બીજીતરફ મુંદરા એપીએમસીની ચૂંટણીના પરીણામો પણ કોની તરફેણમાં આવી શકે છે તેનો પણ ચિત્તાર અહી ઘડાઈ જવા પામી શકે છે તેવુ મનાય છે. આવુ એટલા માટે કહેવાય છે કે, કોંગ્રેસ તો અહી મૃતપાય અવસ્થામાં છે અને યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના મોભીઓ જ તેમના ટોચના પદાધિકારીઓને અહી ચૂંટણી ન લડવાનુ કહી ચૂકયા છે પરંતુ મુળ ખેંચતાણ જ અહી ભાજપના બે જુથો વચ્ચેની મનાય છે. આ બન્ને જુથમાથી ભાજપના કયા જુથનો વર્ચસ્વ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં રહેશે અને કોનો એકડો ભુંશાસે તે પણ નકકી થવાનું મનાય છે. તે એવી રીતે કે મુંદરા યાર્ડમાં કુલ્લે ૪ર સહકારી મંડળીઓ નોંધાયેલી છે તે પૈકીના કોણ અને કઈ વિચારધારાને વરેલા અથવા તો કઈ પાર્ટીના સમર્થક વાળી મંડળીઓ ભાજપનો કેસરીયો ધારણ કરે છે તેના પરથી ગણિતો માંડીને નકકી કરી લેવામા આવનાર હોવાનુ મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News