ભુજની જિલ્લા કોર્ટના સરકારી વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી

Contact News Publisher

ભુજમાં આવેલી જિલ્લા કોર્ટના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને કચ્છના કુખ્યાત અને રેઢા ગુનેગાર અને અનેક વખત જેલમાંથી નાશી છૂટીને પોલીસનાં નાકે દમ લઈ આવનાર અપરાધી કાસમ ઉર્ફે કાસૂડો મામદ નોતિયારએ કોર્ટ પરિસરમાં સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર મામલે જાણકાર સુત્રોમાથી મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૦૯માં કાસુડાએ નખત્રાણામાં પોતાના બનેવીની જ હત્યા નિપજાવી હતી જે મામલે સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વર્ષ ૨૦૧૦માં તેને આજીવન કેદની સજા આપવી હતી, આ સમગ્ર મામલે ગઇકાલે સાંજે જ્યારે તેને કોરટમાં લવાયો તે સમયે ત્યાં હાજર સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને કોર્ટ પરિસરમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે કલ્પેશ ગોસ્વામી દ્વારા અપરાધી વિરુધ્ધ ભુજની એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *