કચ્છના દુર્ગમ ગામ ડુમાળામાં જોવા મળ્યું તદ્દન અનોખું એખલાસ !

Contact News Publisher

કચ્છમાં એક ઘર એવું છે જ્યાં બે સગાભાઈઓ અલગ અલગ ધર્મ પાળે છે. તેમના પરિવારોને ખરેખર ગુજરાતી ગીત ‘ભાઈ ભાઈ’ને ચરિતાર્થ કર્યુ છે. કચ્છનું પાકિસ્તાનની સરહદે આવેલુ ડુમાળા ગામમાં બે સગા ભાઈઓ રહે છે જેમાંથી એક મુસ્લિમ ધર્મ પાળે છે તો બીજી હિન્દુ ધર્મ પાળે છે. દુમડો કચ્છનું ખુબ જ અંતરિયાળ ગામ છે.

1979માં ડુમાળામાં રહેતા ભચાયા મિથાયાએ હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. અને પોતાનું નામ સુલેમાન શૈખ રાખ્યુ હતુ. 2002માં તેનો નાનો ભાઈ લતિફ ફરીથી ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બની ગયો છે. બંને ભાઈઓ વાઢા કોળી સમાજના છે. વાઢા કોળી સમાજમાં ધર્મ પ્રત્યે ખુબ જ સાહજિકતા જોવા મળી રહી છે. આ સમાજમાં હિન્દુ મુસ્લિમ બંને કોમ વચ્ચે ખરા અર્થમાં એખલાસ જોવા મળે છે.

  • મિથાયા અત્યારે 63 વર્ષનો છે

મિથાયાએ પોતાના સાસરીયાઓની પાછળ પાછળ ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. 56 વર્ષના લતિફે પાછા ઘરવાપસી કરીને લાલભાઈ નામથી ઓળખાય છે. લાલભાઈ રામદેવ પીરના મંદિરે પૂજા કરે છે અને દુમડોમાં ભજનવીર તરીકે ઓળખાય છે.

  • બંને ભાઈ એક બીજાને ઘરે પાણી પણ પીતા નથી

લાલભાઈ અને સુલેમાન શેખ બંને એકબીજાને પ્રેમ કરે છે અને આદર રાખે છે. બંને વાર તહેવારે એક બીજાને મળે પણ છે. પ્રસંગોપાત એકબીજાને ત્યાં આવે જાય પણ છે. સુલેમાન શેખ અને લાલભાઈ બંને પોત પોતાનો ધર્મ ચુસ્તતાથી પાળે છે. બંને એકબીજાને ઘેર પાણી પણ પીતા નથી.

  • લતિફ લાલભાઈ કેવી રીતે બન્યો

2002માં આવેલ વિધ્વંશક ધરતીકંપ બાદ વિશ્વહિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલા પુનર્સનના કામથી પ્રભાવીત થઈને લાલભાઈએ અને તેના સમાજના અનેક લોકોએ હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો. જેમ શેખ વખતે નજીકના ગામમાં આવેલ મસ્જિદમાં જઈને કાજી દ્વારા ઈસ્લામ અંગીકાર કરવામાં આવ્યો હતો તેટલી જ સરળતાથી હિન્દુ ધર્મ અંગીકાર કરી લેવામાં આવ્યો હતો.

  • સુલેમાન કેવી રીતે શૈખ બન્યો

સુલેમાનના કહેવા મુજબ ડુમાળાના નજીકના ગામ ગોરેવાલીમાં મૌલાના કુયમે કેટલીક વિધિ કરી અને કલમા બોલાવ્યા ત્યાબાદ તેમને કાગળ આપી દેવામાં આવ્યા હતા જેમાં લખ્યુ હતુ કે તેમણે પોતાની મરજીથી હિન્દુ ધર્મ અપનાવ્યો છે.

  • શેખ હજુ પણ નજીકના સરાડોમાં ગાયો-ભેંસો ચરાવવા જાય છે

શેખનો પરિવાર અને લાલભાઈનો પરિવાર ડુમાળામાં જ રહે છે પણ લાલભાઈ અને 2002માં જેમણે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો તે તમામ લોકો માધવનગર નામ આપ્યુ છે. લાલભાઈ હાલ ભૂજ પાસે આવેલા સરસપુર ગામના મંદિરના પૂજારી પાસેથી ભજન શિખે છે.

  • બંને ભાઈઓ વચ્ચે પ્રેમ યથાવત્ છે

આજે સુલેમાન શેખનો પરિવાર મુસ્લિમ ધર્મ પાળે છે જ્યારે લાલભાઈનો પરિવાર હિન્દુ ધર્મ પાળે છે. બંને ભાઈ કહે છે ધર્મ જુદા થઈ ગયા પણ અમે ભાઈઓ છીએ. સહોદર છીએ અને અમે કોઈ દિવસ અલગ નહી થઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *