અંજાર પાલિકાના ચિફ ઓફિસર ઉપર બંગડીઓ ફેંકાઇ

Contact News Publisher

અંજાર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધીધામનો કચરો અંજારની ડમ્પીંગ સાઇટ ઉપર નાખવાનું ચાલુ કરવામાં આવતા અંજારની પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અંજાર નગર પાલીકામાં કચરાનો ઢગલો કરી સળગાવી અને હોળી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચીફ ઓફીસર વિરૂદ્ધ અને અંજાર પાલીકા વિરૂદ્ધ નારેબાજી કરી અને આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અંજાર નગરપાલીકાના ચીફ ઓફીસર ઉપર બંગડીઓ ફેકવામાં આવી હતી અને અંજાર કોંગ્રેસના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ગાંધીધામ નગરપાલીકા દ્વારા દરરોજનો ૧૦૦ ટન ઘનકચરો અંજારનાં ડમ્પીંગ સાઇટ પર ઢાલવવામાં આવે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. જો ટુંક સમયમાં તે બંધ કરવામાં નહીં આવે તો અંજાર કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવેલ કચરો ત્યાંથી ટ્રેકટરો દ્વારા ભરાવી અંજાર નગરપાલિકામાં કાયમ ખાલી કરવામાં આવશે અને સળગાવવામાં આવશે. અંજાર નગરપાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા અંજાર કોંગ્રેસની ટીમને બાંહેધરી આપવામાં આવી કે આગામી ત્રણ દિવસની અંદર ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઢાલવવામાં આવતો વેસ્ટ કચરો અંજારની ડમ્પીંગ સાઇટ ઉપર બંધ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News