ફરી એકવાર કચ્છ ગુજરાતથી અલગ થઈ એક ટાપુ બની જશેઃ ચોકાવનારો રિપોર્ટ

Contact News Publisher

એક સમયે હજારો વર્ષ પહેલા કચ્છ ગુજરાતની ધરતીનો અખંડ ભાગ નહી પણ ગુજરાતના દરિયામાં આવેલ એક ટાપુ હતો. ફરી એકવાર કચ્છ આવો જ એક ટાપુ બનાવ તરફ આગળ વધી રહ્યા છે. નેચર કોમ્યુનિકેશન જર્નલના આેક્ટોબર 2019ના અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ એક અહેવાલ અનુસાર આગામી 30 વર્ષ એટલે કે 2050 સુધીમાં દરિયાની સપાટીમાં એટલો વધારો થશે કે ફરી કચ્છ એક ટાપુ બની જશે અને હાલ સુરતથી દૂર રહેલા દરિયાના પાણી સુરત શહેરની લિમિટમાં પ્રવેશ કરશે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં દરિયાની સપાટીમાં થઈ રહેલા વધારાના નવા ડેટાને જોતા દરિયા કિનારાનું ધોવાણ અને સપાટીમાં વધારો 3 ગણી ઝડપે થઈ રહ્યાે છે. જેથી 2050 સુધીમાં દુનિયાભરમાં દરિયાની સપાટી હાલ કરતા 2 મીટર જેટલી વધી શકે છે અને તેના કારણે 34 કરોડ લોકોને તેની અસર પહાેંચી શકે છે.

આ અસરગ્રસ્તો પૈકી 70 ટકા લોકો એશિયન દેશો પૈકી હશે તેમાં પણ એશિયાના 8 દેશો ભારત, ચીન, બાંગ્લાદેશ, વિએતનામ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ અને જાપાન સૌથી વધુ અસરગ્રસ્ત બનશે. જ્યારે ભારતમાં ક્લાઇમેન્ટ ચેન્જ અને દરિયાની સપાટી વધાવાના કારણે થનાર નુકસાનની અસર ગુજરાત પર સૌથી વધુ જોવા મળશે કારણ કે ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો 1617 ધરાવતું રાજ્ય છે.

આ અહેવાલ મુજબ ગુજરાતમાં પણ કચ્છ, સુરત, ભાવનગર અને ભરુચને દરિયાઈ સપાટી વધવાથી સૌથી વધુ નુકસાન પહાેંચશે. જેમાં સુરત અને ભરુચમાં દરિયો શહેરની હદમાં પ્રવેશસે તો પેટ્રોલ કેમિકલ ઉદ્યાેગના હબ ગણાતા દહેજ અને હઝિરા તેમજ કંડલા બંદરના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બનશે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, આણંદ, નવસારી અને વલસાડ જિલ્લામાં આ દરિયાઈ સપાટી વધવાની સમસ્યાની વધતા ઓછા પ્રમાણમાં અસર થશે.

આ પહેલા પણ અનેક અભ્યાસમાં ક્લાઈમેન્ટ ચેન્જના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને સૌથી વધુ નુકસાનની વાત કરવામાં આવી છે. જે પૈકી એક શોધ અભ્યાસ તો ઈસરો અને નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટર મેનેજમેન્ટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ નેચર કોમ્યુનિકેશનમાં છાપવામાં આવેલ અહેવાલ મુજબ નુકસાન જેટલું ધારવામાં આવ્યું છે તેના કરતા વધુ ગંભીર થશે. સ્થાનિક નિષ્ણાંતોનું પણ કહેવું છે કે આપણા માટે આ મોર્નિંગ એલાર્મ જેવું છે સમયસર જાગી જઈશું તો વધુ સારું છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતના દરિયાકાંઠાનું સતત ધોવાણ, દરિયા કિનારેથી મેનગ્રાવ્સનું નિકંદન, આડેધડ ખોદકામ અને જમીનના તળમાંથી સતત ભૂગર્ભ જળ ઉલેચવાના કારણે પર્યાવરણ પર તેની ખૂબ જ વિપરિત અસર પડી રહી છે. આગા ખાન રુલર સપોર્ટ પ્રોગ્રામ(ઈન્ડિયા)ના સીઈઑ અપૂવાર્ ઓઝાએ કહ્યું કે આજે સમયની જરુરિયાત છે કે આપણે તમામ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોનો એક નકસો તૈયાર કરીએ અને તેના આધારે આવતીકાલને બચાવવા માટે આજથી જ પગલા ભરવા શરુ કરી દઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *