કચ્છના બંદરોએ બે નંબરનું સિગ્નલ, મહા સામે તંત્ર એલર્ટ

Contact News Publisher

દિશા બદલાયા બાદ ‘મહા’ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં ફંટાય તેવી આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. કચ્છના બંદરો ઉપર બે નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવાઈ છે. કચ્છના હવામાન વિભાગના વડા રાકેશકુમારે ‘મહા’ ના કારણે વાતાવરણમાં પલટો આવવાની શકયતા સાથે વરસાદની સંભાવના હોવાનું જણાવ્યું છે. સમગ્ર કચ્છ જિલ્લામાં વાવાઝોડાની સંભવિત સ્થિતિ અંગે અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા અને ડિઝાસ્ટર મામલતદાર પ્રજાપતિ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

1 thought on “કચ્છના બંદરોએ બે નંબરનું સિગ્નલ, મહા સામે તંત્ર એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News