ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો : યુવતીના અપહરણ બદલ ૧૦ વર્ષ કારાવાસની સજા

Contact News Publisher

ગાંધીધામ મધ્યે આરોપી દ્વારા યુવતીને લગ્નની લાલચ આપી આદિપુરની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં ગાંધીધામ કોર્ટે આરોપીને વિવિધ કલમોમાં દોષી કરાર કરી ૧૦ વર્ષ કારાવાસની સજા સંભડાવી છે.

આ કેસની મળતી હકીકતો મુજબ આરોપી લાલો ઉર્ફે નિલેશ રામજી ચારણ વિરુદ્ધ યુવતીના પિતા દ્વારા IPC ની કલમો તળે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની આજે થયેલી સુનાવણીમાં ગાંધીધામ કોર્ટના બીજા અધિક સેશન્સ જજ દ્વારા આરોપીને દોષી કરાર કરી ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ એમ.આર. જાડેજાએ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા સાથે ધારદાર દલીલો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *