કચ્છ જિલ્લા પંચાયતમાં યોજાઈ કારોબારીની બેઠક : ખુદ પ્રમુખને કોઈ જાણ નહીં !

Contact News Publisher

કચ્છ જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને આગોતરી જાણકારી આપ્યા વિના જ પદાધિકારી અને અધિકારીઓએ કારોબારી સમિતિની બેઠક આટોપી લેવાનો મામલો પંચાયતી વર્તુળો અને ભાજપ-કોંગ્રેસના સદસ્યોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સત્તાપક્ષ ભાજપમાં સદસ્યોમાં આ બાબતને લઈને આંતરિક ગરમાવાની સ્થિતિ પણ ઉદ્ભવતાં પ્રમુખે કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ તાકીદે પોતાની ચેમ્બરમાં કારોબારીના જવાબદાર પદાધિકારીઓ તેમજ સિનિયર સદસ્યો સાથે બેઠક યોજી જરૃરી ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News