કચ્છના આ પાંચ તાલુકાનાં ખેડૂતોને નહીં મળે નુકશાનીનું વળતર : શું થશે ખેડૂતોના હાલ ?

Contact News Publisher

સમગ્ર કચ્છમાં ચાલુ વર્ષે સતત વરસાદના કારણે અને છેલ્લે ૧૪ નવેમ્બરના બરફ અને કરાના વરસાદના કારણે કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે નાશ પામેલ છે. તેવા વિસ્તારોના ખેડૂતોને સરકાર પાસે અપેક્ષા હતી કે સરકાર મદદે આવશે અને ખેડૂતોને નુકશાનીના પ્રમાણમાં રાહત પેકેજ જાહેર કરશે. પરંતુ ખેડૂતોની આશા ઠગારી નિવડી છે. આ ગુજરાતની ભાજપ સરકારે તાજેતરમાં જે ૩૯૭૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે. જેમાં ખેડૂતોને હરખાવા જેવુ નથી કારણ કે લાખોના નુકશાન સામે આ સરકાર વધારેમાં વધારે રૂ.૧૩૬૦૦નું વળતર આપશે. આટલી રકમમાં ખેડૂતો કેવી રીતે ઉભા થઈ શકશે. ગુજરાત સરકાર લઠ્ઠાકાંડમાં કોઈ મરણ ચૂકવાશે. નવાઈની વાત તો તે પણ છે કે કચ્છ કિસાન સંઘે આ પેકેજને આવકાર્યો છે. આમ કરી ખેડૂતોને દુઃખી કરેલ છે કારણ કે ખરેખર ખેડૂતોને પુરતી મદદ મળવી જોઈએ.

દુઃખની વાત તો એ છે કે, સરકારે જે પેકેજ જાહેર કરેલ છે જેમાં ખેડુત દીઠ માત્ર ૧૩૬૦૦ની રકમ મળશે જેમાં પણ કચ્છના પાંચ તાલુકાઓને બાકાત કરી નાખવામાં આવેલ છે. સરકારની જાહેરાત મુજબ ભુજ, અંજાર,ભચાઉ,અબડાસા અને લખપત આ પાંચ તાલુકાને જ સહાય મળશે જયારે રાપર, ગાંધીધામ, માંડવી, મુંદરા અને નખત્રાણા પાંચ તાલુકાને આ સરકારે અસરગ્રસ્ત માનેલ નાથી. કારણ કે સતત વરસાદના કારણે કચ્છના દસે દસ તાલુકાના ખેડૂતોને ખેતીના પાકને ભારે નુકશાન થયેલ છે. ત્યારે જે સહાય સરકાર ચુકવે જે દસેદસ તાલુકાના ખેડૂતોને મળવી જોઈએ તેવી માંગ કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલ દ્વારા સરકાર પાસે કરવામાં આવી છે. કચ્છમાં ૧૪ નવેમ્બરના બરફ અને કરાના ભારે વરસાદના કારણે ખેડૂતોને દસથી પંદર લાખ જેટલુ નુકશાન પણ થયેલ છે. તેવા વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરી અને ખેડૂતોના કર્જ માફ કરે વગર વ્યાજની લોન આપે તેમજ વીજબિલ માફ કરે તેવી અપેક્ષાઓ સેવાઇ રહી છે.

1 thought on “કચ્છના આ પાંચ તાલુકાનાં ખેડૂતોને નહીં મળે નુકશાનીનું વળતર : શું થશે ખેડૂતોના હાલ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *