ભુજના સ્થાપના દિને પ્રજાએ ચૂંટેલા ૩૮ નગરસેવકો જ ભુજને વિસરી ગયા

Contact News Publisher

પાટનગર એવા ભુજ શહેરનો ૪૭૨મો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો. આઝાદી બાદની પરંપરા મુજબ ભુજ શહેરના પ્રથમ નાગરીક એટલે કે નગરપાલિકા પ્રમુખ આ દિવસે ખીલ્લી પુજન કરી ભુજના સ્થાપના દિવસની ઉજવણી કરે અને શહેરીજનો સાથે ભુજના ચુંટાયેલા નગરસેવકો શહેરના વિકાસ માટે કટ્ટીબધ્ધતા દર્શાવી આ ઉજવણીમાં ભાગ લે પરંતુ દુર્ભાગ્યપુર્ણ રીતે સ્થાપના દિવસના કાર્યક્રમમાં ૧૧ વોર્ડમાંથી ચુટાયેલા ૪૪ નગરસેવકો પૈકી માત્ર ૬ કાઉન્સીલરો જ હાજર રહ્યા હતા. ભાજપના નગરસેવકો વચ્ચે તો આંતરીક જુથ્થબંધી છે તે જગજાહેર છે. પરંતુ આ વર્ષે તો કોંગ્રેસના એકપણ કાઉન્સીલર ભુજના સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થયા નહી. એક તરફ ભુજમાં અનેક સમસ્યા છે. ત્યા બીજી તરફ ભુજને મહાનગરપાલિકાનુ બિરૂદ્દ અપાવવાના વચનો અપાયા પરંતુ શહેરના સ્વપ્નદ્રષ્ટ્રા કહી શકાય તેવા કાઉન્સીલરો જ હાજર રહ્યા નહી સ્વાભાવીક રીતે જ ભાજપનુ ભુજ નગરપાલિકામાં સંખ્યાબળ વધુ છે. પરંતુ જુથ્થબંધી પણ ચમરસીમાએ છે. ભુજના ધારાસભ્ય,સાંસદ સૌ કોઇ હાજર રહ્યા પરંતુ ભુજ પાલિકાના પ્રમુખ સ્થાને જે કાર્યક્રમ થાય છે. તેના સાથી નગરસેવકો જ કાર્યક્રમમાં ડોકાયા નહી શા કારણોસર ભાજપના ચુંટાયેલા પાલિકા સભ્યો ગેરહાજર રહ્યા તે અંગે ધારાસભ્ય નિમાબેન આચાર્યને પુછાયુ ત્યારે તેઓએ પાલિકા પ્રમુખને પુછો એમ કહી ચાલતી પકડી, હા એ વાત અલગ છે. ભુજમાં જુથ્થબંધી છે. તેવુ નિમાબેને મુખ્યમંત્રીને લખેલા એકપત્ર જગ જાહેર કર્યુ હતુ, તો બીજી તરફ પાલિકા પ્રમુખ લતાબેન સોંલંકીને પુછાયુ તો તેઓએ કહ્યુ જુથ્થબંધી નથી નડી પણ લગ્નગાળો નડી ગયો અને મોટાભાગના કાઉન્સીલરો લગ્નમાં છે.

દર વર્ષે વાજતે-ગાજતે યોજાતા કાર્યક્રમોમાં ચાલુ વર્ષે લોકોની હાજરી પણ ઓછી હતી. બાળકોની રેલી સાથે ભુજના સ્થાપના દિવસની ઉજવણી થતી પરંતુ ચાલુ વર્ષે માત્ર ધારાસભ્ય,સાંસદ, ૬ કાઉન્સીલર અને રાજવી પરિવારના પ્રતિનીધીઓ સિવાય પબ્લીકની ઓછી હાજરી જોવા મળી ચોક્કસ ભાજપમાં જુથ્થબંધી છે. અને સંભવત તેઓ વિવિધ બહાના કરીને ન આવે તે સ્વાભાવીક છે. પરંતુ કોંગ્રેસના ચુંટાયેલા સભ્યો પણ ભુજના સ્થાપના દિવસે ડોકાયા નહી, ખરેખર જે શહેરે તેમને ચુંટીને મુકયા અને તેના સ્થાપના દિવસે તેના વિકાસ માટે જો કોંગ્રેસ પાસે પણ સમય ન હોય તો પ્રજાએ ચોક્કસ આ અંગે વિચારવુ રહ્યુ. માત્ર કચ્છ નહી પરંતુ મુંબઇ વસ્તા કચ્છીઓને ભુજની ચિંતા હોય છે. પરંતુ શહેરના સ્થાપના દિવસે પ્રજાએ ચૂંટેલા ૩૮ નગરસેવકોજ ભુજને વિસરી ગયા કારણ કોઇપણ હોય પરંતુ જે શહેરે તેમને ઓળખ આપી એ શહેર માટે ભાજપ હોય કે કોગ્રેસ કાઉન્સીલરોને સમય ન હોય તો તે દુર્ભાગ્યપુર્ણ બાબત કહી શકાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News