સાંસદ દ્વારા ભુજ નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા ગુજરાત ઉડ્યન મંત્રી ભુપેન્દ્રસિંહ પાસે કરાઈ રજૂઆત

Contact News Publisher

ભુજ – મુંબઈ – ભુજ વચ્ચે વિમાની સેવા માટે તથા ભુજની આસપાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા ગુજરાતના ઉડ્યન મંત્રી, શિક્ષણમંત્રીશ ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસે ગુજરાત સરકાર અને ગુજરાત ઉડ્યન મંત્રાલય તરફથી GVK – મુંબઈ વિમાની સેવા માટે સ્લોટ ફાળવવા તથા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત ફાળવવા કચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજે ભારપૂર્વક લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.

    સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ – મુંબઈ – ભુજ વચ્ચે બે એરલાઈન્સ સાથે વાટાઘાટ થયા મુજબ તેઓના સકારાત્મક અભિગમ બતાવતાં GVK મુંબઈ અને ભુજ એરપોર્ટ મધ્યે સ્લોટ ફાળવવા પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે, જે બાબતે ગુજરાત સરકાર પણ દરખાસ્ત કરે માટે ઉડ્યનમંત્રી પાસે લેખિત-મૌખિક રજૂઆત કરેલ છે. 

    કચ્છમાં હાલે સુવિધાજનક એરપોર્ટ છે પરંતુ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ નથી ભુજ અથવા આસપાસના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવું એ સમયોચિત માંગ છે, કચ્છમાં રહેતા લોકોથી પણ વધુ બ્રહ્દ કચ્છીઓ ધંધા રોજગાર માટે આફ્રિકા, યુરોપ, દુબઈ, મસ્કત, યુ.કે, ઓસ્ટ્રેલીયા અને વિશ્વના વિવિધ દેશોમાં રહે છે, જેમના પારિવારીક, સાંસ્કૃતિક, સામાજીક સંબંધો કચ્છ સાથે જોડાયેલ છે, કચ્છ વિશ્વ સ્તરે પ્રવાસધામ છે, બે મહાબંદર વિપુલ ખનીજ ભંડારો અને ભૂકંપ બાદ નવસર્જીત કચ્છ વિકાસશીલ જીલ્લો બનતા અનગીનત ઇન્ડસ્ટ્રીઝો નો વિકાસ થયેલ છે, તેવા સંજોગો માં ભુજ નજીક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા ગુજરાત સરકાર – ઉડ્યન મંત્રાલય દરખાસ્ત મોકલે તેવી રજૂઆત  ચુડાસમાને સાંસદ ચાવડાએ કરેલ છે.   

YouTube : maa news live

Playstore : maa news live

Whatsapp : 94287 48643

97252 06127

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *