કચ્છમાં કપાસના પાકમાં ફૂટ આવી પણ ભાવ ઘટી જતા ખેડૂતો નિરાશ

Contact News Publisher

આ વર્ષે કચ્છમાં વરસાદ સોળઆની થયો પરંતુ સતત વરસાદ વરસતા ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા હતા. તેમાં પણ કપાસના પાકને વ્યાપક નુકશાન થયુ છે. વિથોણના ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, છેલ્લે છેલ્લે કપાસના પાકમાં ફૂટ આવી પણ સાથે ભાવમાં પણ ઘટાડો હોવાથી ખેડૂતોને ખર્ચાના પૈસા માંડ નિકળે તેવી હાલત છે.

કપાસનું વાવેતર વીસાથી પચ્ચીસ મે, વૈશાખ મહિનામાં કરવામાં આવે છે. કપાસનો પાક સારી રીતે ઉભો હોય તો તેને માર્ચ ફાગણ મહિનાની આસપાસ ઉખેડવામાં આવે છે. આમ આ કપાસનો પાક નવાથી દસ મહિનાનો હોય છે. જયારાથી બિયારણ સુાધારેલ આવેલ છે. ત્યારાથી આ પાકમાં પ્રાથમ ફાલ પછી સુકારો આવી જાય છે. જેમાં અમુક પાક વાધારે સુકારો આવતા ખેડૂતોને ફરજીયાત ખેડવો પડે છે અને બીજા પાકનું વાવેતર કરવુ પડે છે. ખેડુતોને ડબલ ખર્ચ સાથે ખોટ ખાવાનો વારો આવે છે.

આ વર્ષે કપાસના વાવેતર પછી કપાસ ફુટીને માંડ બે પાંદડે થવાની તૈયારી સાથે વરસાદ વરસતા અમુક વાડી અને ખેતરોમાં પાણી સતત ભરાવાથી કપાસના મૂળ સડી જવાથી કપાસના છોડ સુકાઈ ગયા હતા. અમુક કપાસમાં ફાલની કુટ આવી પણ સતત વરસાદ થકી કપાસ પલળતા કપાસ ખરાબ થતા વેપારીઓ જેવો જોઈએ તેવા ભાવો આપ્યા ન હતા. અમુક ખેડૂતોનો કપાસ સારો હોવાથી ઉખેડવામાં આવ્યો ન હતો. તેવા કપાસમાં નવી ફુટ આવી છે. ખેડૂતોમાં ખુશી તો જોવા મળી પણ સામે કપાસના ભાવો ઘટતા ખેડૂતોની હાલત એની એ જ રહી છે. ખેડૂતોએ જયારે કપાસનું વાવેતર કર્યુ ત્યારે ભાવ એક મણ (ચાલીસ કિલોના) ર૪૦૦ની આસપાસ અને જયારે ફાલ બજારમાં આવ્યો ત્યારે રર૦૦ની આસપાસ હતો હાલ જયારે કપાસમાં નવી ફુટ આવી છે ત્યારે ભાવ તળીયે બેસતા ર૦૦૦ની આસપાસ રહ્યા છે. આમ ખેડૂતો માટે મહેનત કરવી રહી એવુ જોવા મળી રહ્યુ છે. વિાથોણ પંથકમાં પાણી સાવ નબળા હોવાથી અહીં કપાસ, એરંડા, રાયડો જેવા પાકો થાય છે. આ વર્ષે ખેડૂતોને એમ હતુ કે, વરસાદ સારો થયો છે જેાથી પાકને મીઠુ પાણી મળશે અને ફાયદો થશે. સતત વરસાદના કારણે પાકો ફેલ થવા લાગ્યા. વધારે વરસાદના કારણે જેમાં કપાસને પણ નુકશાન થયુ. ખેડૂતોને ઘરના રૃપિયા વાપરવાનો વખત આવ્યો છે. ખેડૂતોએ કરેલો ખર્ચ મળશે જયારે બચત નહિં થાય તેમ જણાવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *