બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ખેતરોમાં થયા માંડવાના મંડાણ !

Contact News Publisher

ઉત્તર ગુજરાતના ચોથા જિલ્લામાં આખરે તીડ પ્રવેશી ગયા છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં તીડ ત્રાટકવા ને લઇને સ્થાનિક ખેડૂતોમાં ચિંતા થઇ આવી છે. સાબરકાંઠાના પોશીના વિસ્તારના દંત્રાલ અને કાળી દેવી ગામ વિસ્તારમાં તીડનું આક્રમણ ગત મોડી સાંજે થયું છે. જેના બાદ રાત્રિ દરમ્યાન તીડના વિશાળ ઝુંડ સેઇ નદીના કિનારાની આસપાસની ઝાડીઓમાં ભરાઇ રહ્યું હતું. ખેતીવાડી વિભાગે વહેલી સવારથી જ તીડને અંકુશમાં લેવા દવાનો છંટકાવ શરૂ કર્યો છે.

તેવામાં બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ખેડૂતોએ આ તીડના આક્રમણથી બચવા અનેક હાથપગ માર્યા બાદ હવે અનેક નવતર પ્રયોગ શરૂ કારચે ત્યારે રતનગઢ ગામના ખેડૂત રામાભાઇ પટેલ પાકને બચાવવા તેમના આખા ખેતરમાં પાથરી દિધા મંડપના કાર્પેટ પથરી દીધા છે. તસવીરને જોતાં પ્રથમ એવું લાગશે કે કોઈ લગ્નની તૈયારી કરી રહ્યું છે પરંતુ એવું નથી પણ ખેડૂતો તીડથી પાકને બચાવવા અવનવી પદ્ધતિ કરી રહ્યા છે તો સાથે સાથે તે પણ જાણવા મળ્યું હતું કે અત્યારે તિડ પવનની દિશા તરફ તિડનુ ઝુંડ ખેંચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *