ભુજની લાલન કોલેજ મધ્યે સૂર્યગ્રહણ નિહાળવા સ્ટાર ગેઝિંગ ઈન્ડિયા દ્વારા વિશેષ આયોજન કરાયું

Featured Video Play Icon
Contact News Publisher

Solar Eclipse 2019ના છેલ્લા સૂર્યગ્રહણની શરૂઆત થઈ ચૂકી છે. દેશમાં ઘણા ભાગોમાં સૂર્યગ્રહણનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો અને એ કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યો છે. આ પુર્ણ સૂર્યગ્રહણ નહીં થાય. આ વખતે ચંદ્રમાંની છાયા સૂર્યનો આખો ભાગ નહીં ઢાકી શકે. આ ગ્રહણ વખતે સૂર્યનો બહારનો ભાગ પ્રકાશિત રહેશે. આ ગ્રહણ ધનુ રાશિ અને મુલ નક્ષત્રમાં થશે.

ત્યારે આ ખગોળકીય ઘટનાને નિહાળવા લાલન કોલેજના ફિઝીકસ ડિપાર્ટમેન્ટ તેમજ ભુજના સ્ટાર ગેઝિંગ ઈન્ડિયાના ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર તથા નિશાંત ગોર દ્વારા કોલેજના વિદ્યાર્થી તેમજ જાહેર જનતા માટે એક વિશેષ આયોજન હાથ ધરાયું હતું જે અંતર્ગત પ્રોફેશનલ ટેલિસ્કોપ ઉપરાંત બાયનોક્લીનર તથા નાના ટેલિસ્કોપથી પ્રોજેકશન અને તેની સાથે સૂર્યગ્રહણ નિહાળવ માટે ના ખાસ ફિલ્ટર ઉપલબ્ધ કરાવી વિદ્યાર્થી તેમજ જાહેર જનતાને આ ખાસ ખગોળકીય ઘટનાના સાક્ષી બનાવાયા હતા.

જેમાં ખાસ કરીને વાત કરીએ અહીના વિદ્યાર્થીઓની તો મોટા ભાગના વિદ્યાર્થીઓએ કંકણાકૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જીવનમાં સૌ પ્રથમવાર નિહાળી રોમાંચિત બન્યા હતા, સવારે 8 વાગીને 4 મિનિટે ગ્રહણ થયું હતું. વર્ષના આ છેલ્લા સૂર્ય ગ્રહણને વૈજ્ઞાનિકોએ રિંગ ઓફ ફાયર નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલા આ વર્ષે 6 જાન્યુઆરી અને 2 જુલાઈએ આંશિક સૂર્યગ્રહણથયું હતું.

3 thoughts on “ભુજની લાલન કોલેજ મધ્યે સૂર્યગ્રહણ નિહાળવા સ્ટાર ગેઝિંગ ઈન્ડિયા દ્વારા વિશેષ આયોજન કરાયું

  1. Hi, I wawnt too subsscribe ffor this blo tto geet latest updates,
    therefore where caan i do it please help out.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News