CAA મુદ્દે કચ્છમાં લાગેલા બેનરથી વિવાદનો મધપુડો છંછેડાયો, ભાજપે આપ્યું નિવેદન

Contact News Publisher

થોડા દિવસો પહેલા CAAના વિરોધમાં કેટલાક સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધ પછી કચ્છમાં વાયરલ થયેલી કેટલી પોસ્ટના કારણે હવે વિવાદનો મધપુડો છંછેડાયો છે.

રિપોર્ટ અનુસાર 20 જાન્યુઆરીના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં અખિલ ભારત દેશ રક્ષક સમિતિ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા હતા અને આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે, ‘જય શ્રી રામ, સુચના રતનાલ ગામમાં દેશ વિરોધી તત્ત્વોએ પોતાના વાહનો અને રીક્ષા પાર્ક કરવા અથવા ઉભા રાખવા નહીં. લી. અખિલ ભારત દેશ રક્ષક સમિતિ.’

આ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે, આ પ્રકારની બાબતો વધારે ફેલાઈ, કોંગ્રેસે હંમેશા આ પ્રકારના કાવાદાવામાં રહી છે. બધા લોકો તેમાં નહીં હોય પણ કેટલાક લોકોએ શાહીનબાગમાં જઈને આ પ્રકારની વાત કરી છે અને એ વીડિયો ટીવીમાં વાયરલ થયા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પ્રતિનિધિઓ ત્યાં જાય એ અતિ મહત્ત્વનું બની રહ્યું છે. કોંગ્રેસે આ પ્રકારની પ્રવૃતીને સમર્થન આપવાનું કામ કર્યુ છે. મને એવું લાગે છે કે, આવનારા દિવસોની અંદર જનતા કોંગ્રેસને જવાબ આપશે આપશે અને આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News