‘ટ્રમ્પનું મગજ ફરે અને સફેદ રણમાં આવે તો ભુજોડીનો બ્રીજ રાતોરાત બની જાય!’

Contact News Publisher

આગામી ૨૪મી ફેબુ્રઆરીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. જેના પગલે ગણતરીના દિવસોમાં જ મોટેરાનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરી દેવામાં આવ્યો છે. ૫૦ કરોડના ખર્ચે રસ્તાઓની હાલત સુધારવામાં આવી છે. ત્યારે ટ્રમ્પના આગમનના પગલે અમદાવાદ મોટેરાનો વિકાસ જોઈ સોશ્યિલ મિડીયામાં અવનવી મજાક ઉડી રહી છે. ભુજમાં પ્રવેશ કરતા પહેલા રસ્તામાં આવતા ભુજોડીના ફલાયઓવર બ્રીજનું કામ છેલ્લા એક દાયકાથી રઝળી રહ્યું છે.

ગુજરાતના ત્રણ ત્રણ વખત સીએમ બદલાયા છતા ફલાયઓવર બ્રીજના કામમાં ગતિ નથી આવી. ત્યારે હવે સોશ્યિમલ મિડીયામાં મજાક ઉડી રહી છે કે જો, ‘જો ટ્રમ્પનું મગજ ફરે અને કહે કે મારે તો કચ્છ રણોત્સવમાં જવુ છે… તો રાતોરાત આપણો ભુજોડીનો ફલાયઓવર બની જાય’ સોશ્યિલ મિડીયામાં ઉડતી મજાકને કચ્છના ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધીઓએ ગંભીરતાથી લેવા જેવી છે.
એક દાયકા પુર્વે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજોડી પાસે રેલવે ક્રોસીંગમાં ફલાય ઓવર બનાવવાની કવાયત આદરી હતી. તેમ છતા આ કામને ઝડપભેર આગળ વધારી શકાયુ નથી.મોદી સીએમ હતા ત્યારે ભુજોડી ફલાયઓવરની કામગીરી શરૂ કરાવી હતી ત્યારબાદ તેઓ બીજી વખત દેશના વડાપ્રધાન બની ગયા, છતાં ભુજોડીનો ફલાય ઓવર પુર્ણ થયો નથી. દરરોજ ટ્રાફીકજામના કારણે હજારો લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ભુકંપ બાદ કચ્છમાં મોટી સંખ્યામાં નવા નવા ઉદ્યોગો સ્થપાયા છે. જેથી હોટલ, ઢાબા, પ્રવાસન, ટ્રાન્સપોર્ટ સહિતના અનેક રોજગારો પણ વિકસ્યા છે. સમયાંતરે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ વિસ્તરણ, નવા પુલ બનાવવા પાછળ કરોડોની ગ્રાન્ટ ફાળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *