કચ્છ બન્યું શિવમય : ભુજની ”મહા” શોભાયાત્રાનું માં ન્યૂઝ દ્વારા ”મહાકવરેજ”

Contact News Publisher

આજે મહાશિવરાત્રિ પર્વની કચ્છમાં અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. વિવિધ સમાજ દ્વારા આજે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારથી ભુજ સહિત કચ્છના તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવિકોએ શિવલીંગ પર અભિષેક કરીને શિવભક્તિ દર્શાવી રહ્યાં છે. ખાસ કરીને ભૂજના શિવાલયો સોમનાથ મહાદેવ, હાટકેશ્વર મંદિર, ધિંગેશ્વર મહાદેવ, દ્વિધામેશ્વર મહાદેવ સહિતના તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડિ સવારથી જોવા મળી રહી છે.

ત્યારે આજે આ મહાશિવરાત્રિના પર્વ નિમિતે ભુજના અલગ અલગ સ્થળો પર માં ન્યૂઝની ટીમે વિશેષ લાઈવ કવરેજ કરવામાં આવ્યું હતું અને ભુજની આ ભવ્ય શોભાયાત્રાનું સમગ્ર જીવંત પ્રસારણ આજે વહેલી સવારથી જ માં ટીવી ન્યૂઝ પર કરવામાં આવ્યું હતું જેમાં દેશ, વિદેશના સહેલાણીઓએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.

મહાશિવરાત્રીના પાવન પર્વે લાખો શિવભક્તો ભોળાનાથના દર્શન કરી અનન્ય શિવકૃપા પ્રાપ્ત કરનાર છે. સોમનાથ મહાદેવને ચાર પ્રહરની વિશેષ પૂજા ઉપરાંત મહામૃત્યુંજય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર, જ્યોતપૂજનના વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *