હવે બેખોફ અને બેફામ રહેવું કે જીવવું પોસાય તેમ નથી.

Contact News Publisher

આજે સમગ્ર વિશ્વ એક નાનકડું ગામડું બની ગયું છે , આજનાં આ globalisation યુગમાં કોઈ દેશ “પોતાવારી” એટલે કે આપખુદશાહી કરે કે એ કોઈપણ સંજોગોમાં પાલવે તેમ નથી .

ઉદાહરણ સ્વરૂપે કહીએ તો એક ઘરમાં આગ લાગે કે ધુમાડો થાય તો એની અસર બાજુનાં ઘરમાં થોડીઘણી થવાની જ છે.

એવી જ રીતે હવે આજે કોઈ એક દેશ પોતાની રહેણી કરણી સ્વચ્છંદતાથી કરશે તો એનાં માઠા પરિણામ આખા વિશ્વને ભોગવવા સિવાય છૂટકો નથી.

આજે ભારતનાં લોકો જો કંઈ પણ  કરશે તો એનું પરિણામ માત્ર ભારતીયો ને જ ભોગવવું પડશે એવું નથી , એની અસર જે દેશમાં પણ ભારતીય નાગરિક જશે કે બીજા દેશમાંથી કોઈ નાગરિક ભારતમાં આવશે એને થવાની જ છે.

આજનો સમગ્ર વિશ્વ માટે માથાનો દુઃખાવો બની ગયેલો ચીન માંથી પેદા થયેલો coronavirus ચીન સહિત આખા વિશ્વમાં ભય ફેલાવી દીધો છે.

 જે રીતે હાલ આ coronavirus ને લઈને ભારત સરકાર ચિંતિત છે એ જાણી ને ધરપત તો થાય જ છે કે સરકાર ઊંઘતી નથી. કોઈને કોલ કરો એટલે હિન્દી અને અંગ્રેજીમાં voice સંભળાય કે આપ સતેજ રહીને આ વાયરસ થી બચી શકો છો. ભલે લોકો કોલ કરતી વખતે કંટાળી પણ જતાં હશે કે આખો દિવસ આ જ સાંભળવું , પણ આપણી માનસિકતાની કદાચ સરકારને બરાબર ખબર હશે કે આપણે એકવારમાં સાંભળીને સમજીએ એવા નથી.

કોઈને ફોન જોડતા આજે કંટાળો જરૂર આવે છે , પણ એનો કોઈ વિકલ્પ નથી, કારણ આજે ચાઈના ભલે સમયાંતરે આડોળાઈ કરતું હોય ભારત સાથે , પણ હાલ સમય એવી વાતોને બાજુએ મૂકીને ભારતમાં રહેતાં ચીની લોકોની અને ચીનમાં રહેતાં ભારતીયોને ચિંતા કરવાનો સમય છે. 

ચીની લોકો થાળીમાં ઉંદરનાં બચ્ચાને રાખી જીવતા બચ્ચાને મોઢામાં નાખી આરોગી જાય છે , જ્યારે ભારતીય સંસ્કૃતિમાં ઉંદરને ગણેશજીનું વાહન ગણાવ્યું છે. ઘણાં લોકો કૂકડાને મારીને ખાઈ જાય છે પણ ભારતમાં કૂકડાને ” મા બહુચરાનું ” વાહન ગણાવ્યું છે. મેલડી માતાજી નું વાહન બકરો છે. આમ ભારતમાં જીવ માત્રને શિવનું પ્રતીક ગણવામાં આવ્યું છે.

આજ નહિ તો કાલ સમગ્ર વિશ્વ ભારતની આ સંસ્કૃતિ ને જાણશે અને માનશે એમાં બે મત નથી, કારણ ભારત એ દેશ નહીં પણ એક જીવન જીવવનાની શૈલી છે.

ભારત પાસે ઉદારતા છે , જીઓ ઔર જીને દો નાં સૂત્ર ને માનતો ભારત દેશ એટલે જ હજારો વર્ષ ગુલામ રહ્યો. અહીં હાથ ઉગામવાની નહિ પણ હાથ ફેલાવીને આવકાર આપવાની સંસ્કૃતિ છે, પણ અફસોસ ની વાત એ છે કે અન્ય દેશ આ ઉદારતા ને કાયરતા સમજી બેઠા.

આજે ધૂળેટી છે , સૌ મિત્રોને રંગોત્સવ ની શુભકામનાઓ, એક વાત એ પણ છે કે ભારતમાં ઉજવાતા તહેવારો પાછળ કોઈને કોઈ ઉદેશ્ય રહેલો જ છે , અહીં થઈ ગયેલા ઋષિ મુનિઓ કોઈ વૈજ્ઞાનિક થી ઓછા ન્હોતા , ઉલ્ટું એમ કહી શકાય કે આજનું વિજ્ઞાન પણ ક્યાંકને ક્યાંક ભારતીય શાસ્ત્રો માંથી જ ઉદ્દભવ્યું હોય.

મૂળ વાત ઉપર આવીએ તો હવે કોઈપણ દેશ સ્વચ્છંદતાથી થી જીવન જીવશે તો એ પાલવે તેમ નથી , હવે સમગ્ર વિશ્વે એવું ગાઈડલાઈન બહાર પાડવી , જેમાં ઉલ્લેખ હોય કે કેમ જીવવું, નહીંતર કોઈ એક દેશમાંથી પેદા થયેલો વાયરસ માત્ર એ દેશને જ બરબાદ કરશે એવું નથી, વિશ્વનાં ઘણાં દેશો એની ચપેટમાં આવી જશે એમાં કોઈ બેમત નથી, કારણ એટલુંજ કે આજે સમગ્ર વિશ્વ એક નાનકડું ગામડું બની ગયું છે.

અંતમાં હવે બેખોફ કે બેફામ રહેવું જે જીવવું એ સમગ્ર વિશ્વને પોસાય તેમ નથી , ભારતની ” વસુધેવ કુટુમ્બકમ ” ની આ સંસ્કૃતિને આજે જ પુરી પૃથ્વી અપનાવને અન્યથા પરિણામ માટે તૈયાર રહે.

  • જામ જયમલસિંહ એ.બી. જાડેજા
  • મા આશાપુરા ન્યુઝ.
  • Youtube : maa news live
  • ભુજ કચ્છ , ગુજરાત – ભારત
  • 94287 48643
  • 97252 06123 

3 thoughts on “હવે બેખોફ અને બેફામ રહેવું કે જીવવું પોસાય તેમ નથી.

  1. I just like the valuable information you supply in your
    articles. I will bookmark your blog and take a look at once more
    here regularly. I’m moderately sure I’ll learn many new
    stuff right here! Good luck for the following!

  2. Does your site have a contact page? I’m having trouble locating
    it but, I’d like to shoot you an email. I’ve got some creative ideas for your blog you might be interested in hearing.
    Either way, great site and I look forward to seeing it expand over
    time.

  3. Have you ever thought about adding a little bit more than just your
    articles? I mean, what you say is important and everything.
    But imagine if you added some great photos or videos to give your posts more,
    “pop”! Your content is excellent but with pics and clips, this website could certainly
    be one of the very best in its niche. Superb blog!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *