ભુજના અનમરિંગ રોડ સહિતના વિસ્તારોમાં ભિક્ષુક લાગતી બાળાઓની તસ્કરી ટોળકી સક્રિય બની

Contact News Publisher

ભુજ શહેર સાથે હાલ સમગ્ર જીલ્લામાં લૂંટ, ઘરફોડ ચોરી સહિતના બનાવોએ તો ચકચાર જગાવી જ છે તેવામાં ભુજ શહેરના અનમરિંગ રોડ પર ભિક્ષુક જેવી લાગતી બાળા દ્વ્રારા મહિલાઓ ધ્યાન બહાર તેમના પર્સની ચેન ખોલી રોકડ રકમની તસ્કરીનો બનાવ સામે આવ્યો છે.

આ બાબતે મળતી વિગતો મુજબ આજે સવારના અરસામાં ભુજની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ભુજના અનમ રિંગ રોડ વિસ્તારમાં ખરીદીમાં વ્યસ્ત હતા તે દરમ્યાન ભિક્ષુક જેવી લાગતી એક બાળા દ્વારા યુવતીનું ધ્યાન ન જાય તે રીતે પર્સની ચેન ખોલી તેમાં રહેલા ૧૦૦૦ ની રોકડ રકમ સેરવી લીધી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના ધમધમતા વિસ્તારમાં બનતી આવી ઘટનાઑ બાબતે શહેર પોલીસ ગંભીર નોંધ લઈ સમયાંતરે પેટ્રોલીંગ ગોઠવી આવા અસામાજિક તત્વો પર લાલ આંખ કરે તેવો મત પ્રબુધ્ધ નાગરિકો દ્વારા વ્યક્ત કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News