શા માટે અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે આપ્યું રાજીનામું ? જાણો મુખ્ય પાંચ કારણો

Featured Video Play Icon
Contact News Publisher

હાલ કચ્છમાં ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર સીટોને લઈ રાજકારણ ગરમાયું છે તેવામાં તમામ અટકળોને અંતે રાજ્યના પ્રથમ અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે સત્તાવાર રાજીનામું ધરી દીધું છે જે કારણોસર અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા જેના અનુસંધાને અબડાસાના ધારાસભ્યે અટકળોનો અંત લાવી રાજીનામાં પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે.

તેઓના જણાવ્યા અનુસાર રાજીનામાં પાછળ ન કોઈ આંતરિક ખટરાગ કે ન કોઈ નાણાંકિય વ્યવહાર પરંતુ પોતાના મત વિસ્તારનો સર્વાંગી વિકાસ તે એક માત્ર હેતુને પ્રાથમિકતા આપી તેઓ એ પાંચ મુખ્ય કારણ જણાવ્યા છે જે પૈકી નર્મદાનું પાણી કચ્છને પૂરતા પ્રમાણમા મળી રહે જેથી ખેતીપ્રધાન કચ્છના ધરતીપુત્રો પાછા ન પડે, સાથે નખત્રાણાની જીએમડીસી કોલેજને ગ્રાન્ટેડ કોલેજનો દરજ્જો મળી રહે, અબડાસા વિસ્તારના અનેક ઘર અને મકાનો જે વર્ષોથી નોંધણી વગરના આવેલા છે તેની કાયદેસર આકારણી કરવામાં આવે, બહારથી આવેલી અને અબડાસા તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થપાયેલી કંપનીઓમાં સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે, પાછલા લાંબા સમયથી ગંભીર બની રહેલો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા નખત્રાણા પાસે બાયપાસ બને આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને સાથે કોઈ પણ જાતની લોભ કે લાલચ રાખ્યા વિના માત્ર અબડાસા પંથકની સુખાકારીને ધ્યાનમાં રાખી ને આ રાજીનામું આપ્યું છે.

1 thought on “શા માટે અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે આપ્યું રાજીનામું ? જાણો મુખ્ય પાંચ કારણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News