મંદિર પ્રશાશન કોરોનાની સતર્કતા સાથે માતાના મઢ ખાતે ૨૪ મીથી ચૈત્રી નવરાત્રીનો કરાવશે પ્રારંભ

Contact News Publisher

ભુજથી ૧૦૦ કિ.મી. અંતરે આવેલ ૧૯ મી સદીનું ભવ્ય તીર્થધામ માતાના મઢ કચ્છ ખાતે ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે. આસો નવરાત્રી જેવો જ માહોલ માતાના મઢ કચ્છ ખાતે જામે છે ત્યારે હાલ સમગ્ર દેશમાં વ્યાપી રહેલા કોરોનો વાયરસના સતર્કતાના પગલે મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા શ્રદ્ધાળુઓને હાથ ધોવા ખાસ હાથ ધોવા સેનિટાઈઝર સહિતની સુવિધા આપવા વૈકલ્પિક વિચારણા ચાલી રહી છે અને સાથે કોરોના જાગૃતિ સંદર્ભે મંદિર પરિસર સહિત બસ સ્ટેશન વિસ્તારમાં પોસ્ટર પણ મૂકવામાં આવશે તેવું ટ્રસ્ટી મંડળના ખેંગારજી જાડેજાએ માં ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું.

તા. ૨૪ ના મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ઘટ સ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. તા. ૩૧ ના મંગળવારે ચૈત્રી સુદ સાતમના હોમાદિક ક્રિયા રાત્રે ૯ વાગ્યે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ શ્રી દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવન વિધિ કરાવશે. આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રિતો, મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્તુતિ, શ્લોક, મંત્રો દ્વારા હવનમાં બીડુ હોમાશે. માં આશાપુરાના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી’ ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકિતમય બનાવી દેવાશે.

માતાના મઢ ખાતે નવરાત્રીમાં શ્રીફળ વધેરવાની મનાઇ હોય છે. નવરાત્રી દરમિયાન દર્શનનો સમય સવારે પ વાગ્યાથી રાત્રીના ૯ સુધી રહે છે. વચ્ચે બપોરે ૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી મંદિર બંધ રહે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકો માટે દિવસ રાત જમવા, રહેવા, ચા સહીતની સવલત નવરાત્રી દરમિયાન વિનામુલ્યે પુરી પાડવામાં આવ છે. માતાના મઢના ટ્રસ્ટીઓ દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *