અદાણી પોર્ટસ મુન્દ્રા આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગે સાવચેતી સાથે કામ કરવા કટિબદ્ધ

Contact News Publisher

અદાણી પોર્ટસ મુન્દ્રા આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગે સાવચેતી સાથે કામ કરવા કટિબદ્ધ

મુન્દ્રા, તારીખ ૧૮ માર્ચ, ૨૦૨૦,

અદાણી પોર્ટ્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પોર્ટ્સનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. લોડીંગ અનલોડીંગ, કાર્ગો ડીલીવરી તથા પરિવહન સામાન્ય રૂપે ચાલુ રહેશે. સ્વાસ્થ અને પરિવાર મંત્રાલય, ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

સાવચેતીના ભાગ રૂપે અદાણી પોર્ટ મુન્દ્રા તેના રોજીંદા કાર્ગો, કર્મચારીઓનું સ્કેનીંગ, પી.પી.ઇ. (વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો) ના ઉપયોગનું પાલન, શરીર તાપમાન માપવાના સાધનો, માનવ સંપર્કને ઓછામાં ઓછો મર્યાદિત કરવા જેથી વાઈરસનો ફેલાવો અગર હોય તો અટકે અને જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો સ્થાનિક આરોગ્ય અધિકારીઓને જાણ કરવા જેવા પગલા લેવામાં આવી રહ્યા છે.

અદાણી પોર્ટસ મુન્દ્રા અફવાઓ નું ખંડન કરે છે અને તેના ઉપર ધ્યાન ન દેવા તથા સોશીયલ મીડિયામાં આવા મેસેજ વાઈરલ ન કરવા પોર્ટના વપરાશકારો ને તથા લોકોને સલાહ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *