ચાર દિવસ પૂર્વે જ કાર્યશાળા યોજનાર ભાજપની તકેદારીની અપીલ !

Contact News Publisher

રાજકારણમાં ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય એ તો જણ બચ્ચું જાણે છે, કચ્છ ભાજપે ગત ચાર દિવસના ઘટનાક્રમમાં એ વાત વધુ એક વાર સિધ્ધ કરી છે.

સરકારની કોરોના ગાઇડલાઇન બહાર પડ ગઇ તે પછી, ગત શનિવારે સમગ્ર કચ્છ જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો તથા સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટની સમજ આપવા અને સમીક્ષા કરવા ભુજમાં કાર્યશાળા યોજી હતી. આમ ગાઇડલાઇનની પરવા કરવામાં આવી ન હતી, પરંતુ હવે ડહાપણની દાઢ ફુટી હોય તેમ આજે બુધવારે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી ઓએ અખબારી નિવેદન બહાર પાડી કચ્છની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના લોકપ્રતિનિધિઓની સાવચેતીના પગલા ભરવા અપીલ કરી છે, પાછું તેમાં એમ પણ જણાવાયું છે કે આ મહામારીથી બચવા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનેકવિધ પગલાં ભરવાની માર્ગદર્શીકા બહાર પાડીને અને બધા લોકો એને અનુસરી રહ્યા છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News