અમેરિકાને વ્હારે ગુજરાતની 3 મોટી ફાર્મા કંપનીઓ

Contact News Publisher

કોરોના સંકટ વચ્ચે ભારત સરકારે દર્દીઓ માટે અસરકારક માનવામાં આવતી મેલેરિયા પ્રતિરોધક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન પર મૂકાયેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે ત્યારે આપણું ગુજરાત મલેરિયા પર કાબૂ રાખવામાં વામણું પુરવાર થયું છે તે આપણે માનવું જ રહ્યું, આપના સ્વછ્તાના પ્રતિક મહાત્મા ગાંધીના ગુજરાતમાં સ્વચ્છ્તાના અતિશય અભાવના કારણે આપણે હમેશા મચ્છરોના ઉપદ્રવમાં જીવતા આવ્યા છીયે ત્યારે મલેરિયા સમયે ઉપયોગ લેવાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે અમેરિકાને પણ આખરે ભારત પાસે હાથ લંબાવવાનો વારો આવ્યો છે.

વિશ્વના અનેક દેશો તરફથી ભારતને કરવામાં આવતી વિનંતીના પગલે મોદી સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને પેરાસિટામોલ દવાઓની નિકાસ પરના પ્રતિબંધો આંશિક રીતે હટાવી લીધા છે. માનવીય આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે અમેરિકાએ મંગળવારે ભારત પાસે મેલેરિયાની દવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ અનેક અહેવાલો પ્રકાશિત થયા હતા. હાલ ગુજરાતના શિરે અમેરિકામાં કોરોનાથી મરનાર લોકો માટે હાઈડ્રોક્વોરોક્વીન બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જેથી ગુજરાતની 3 મોટી દવા બનાવતી કંપનીઓ અમેરિકાને દવા આપશે. બીજી બાજુ અમેરિકા સહિત વિશ્વના દેશોમાં હાઈડ્રોક્વોરોક્વીન દવાની માંગને જોતા સરકારે પણ ગુજરાતની 3 મોટી કંપનીઓને પોતાનું ઉત્પાદન વધારવા માટે કહી દેવામાં આવ્યું છે.

બીજી બાજુ ગુજરાતના ફાર્મા ઉદ્યોગના જાણકારોના કહેવા પ્રમાણે, અમેરિકામાં કોરોનાનો ફેલાવો જે રીતે થઇ રહ્યો છે તેને જોતા અમેરિકન સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન કરતી ભારતની કંપનીઓને તેનો મોટો ઓર્ડર આપ્યો હતો. તેમાં ગુજરાતની 3 મોટી કંપનીઓનો સમાવેશ થતો હતો. જોકે ભારતમાં પણ કોરોનાનો વ્યાપ વધતા કેન્દ્ર સરકારે દેશમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનની અછત ઉભી ન થાય તે માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાદમાં બંને સરકારો વચ્ચે વાતચીત થયા બાદ હવે આ દવાના જુના ઓર્ડર અને નવા ઓર્ડર બંને માટે માર્ગ ખુલ્લો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *