કોરોના ખોફ વચ્ચે પણ ભુજમાં અબોલ જીવોની સેવા અવિરત

Contact News Publisher

કોરોના મહામારી વચ્ચે જીવદયા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત અબોલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. માનવી તો હજી માંગીને જમી લેશે કે ડોકટર પાસે જઈ દવા કરાવશે.અબોલ જીવ ક્યાં જશે ? આવા જીવદયાના વિચાર સાથે સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિ સરાહનીય છે. આજે વિશ્વ આખું કોરોના નામક મહામારીથી ઝઝુમી રહ્યું છે ત્યારે ભારત સરકારે આ પરિસ્થિતિ સામે લડવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં આપણે માનવ સેવાની ‌સાથે સાથે ઇજાગ્રસ્ત અબોલા પશુ-પંખીઓની પણ સારવાર ની સેવા‌ કરવી જોઈએ એવી વિચારધારા સાથે સક્ષમ સંસ્થા દ્વારા લોક ડાઉંનના સમયમાં ભુજ શહેરના જાગૃત જીવદયા પ્રેમીઓ દ્વારા ઇજાગ્રસ્ત અબોલ પશુ પક્ષીની માહિતિ મળતા જ સંસ્થાના દિપક સી. ભીલ દ્વારા તાત્કાલિક સ્થળ પર જઇ સારવાર કરવા માં આવી રહી છે.

અત્યાર સુધી સંસ્થા દ્વારા ભુજ શહેરમાં આપવામાં આવતી માહિતિના આધારે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ઇજાગ્રસ્ત 40 જેટલા ગલુડિયા, 20 જેવા શ્વાનો, 5 ગાય તથા 4 કબુતરની સારવાર કરવા માં આવી છે.. અને તેમના જીવન બચાવી લેવામાં આવ્યા છે.
ભુજની પટેલ કોલોની, ઓરીએન્ટ કોલોની, ત્રીમંદિર , સંજોગ નગર, સંસ્કાર નગર, જેવા અનેક વિસ્તારોમાં અબોલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. રુદ્રાણી આર્મિ કેમ્પમાં પંખામાં આવી જતાં કબુતરની પાંખ કપાઈ જાતાં તેની ઇમરજન્સી સારવાર થાય એ માટે ભુરાભાઇ આહિર તથા રમેશ આહિર તેમની ફોર વ્હીલરમાં તાત્કાલિક કબુતરને સારવાર માટે લાવી કબુતરના જીવ ને બચાવવા માટે મદદરૂપ થયા હતા.

આ જીવદયા કાર્યને સફળ બનાવવા માટે દિપક સી. ભીલ, મિલન મહેતા, ભાવેશ પરમાર, અમિષ મહેતા, રાહુલ બારોટ, સચિન ઠક્કર, ઇશ્વર દેવીપુજક, શીતલ શાહ, તેમજ સંસ્કારનગર રહેતા રાજુ ગૌસ્વામી જહેમત ઉઠાવી રહ્યા છે. અબોલ પશુ પક્ષીઓ ની સારવાર માટે ની દવા માટે હેમ મેડિકલ એજેન્સી ના હેમલ પટેલ સહયોગ આપી રહ્યા છે.

9 thoughts on “કોરોના ખોફ વચ્ચે પણ ભુજમાં અબોલ જીવોની સેવા અવિરત

  1. Pingback: Infy
  2. Pingback: Kardinal Stick
  3. Pingback: aksara178

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *