૪ એપ્રિલે ગાંધીધામ રહ્યા બાદ ૧૫ એપ્રિલે રાજકોટ આવી કીર્તીદાન ગઢવીએ કહ્યું ”ઘેર રહો, લોક ડાઉનની અમલવારી કરો”

Contact News Publisher

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત જારી છે, ખુદ વડાપ્રધાન દેશની જનતા સમક્ષ હાથ જોડી ઘેર રહી લોકડાઉનની અમલવારી માટે પ્રાથના કરતાં જોવા મળી રહ્યા છે ત્યારે જાહેર માર્ગો પર પોલીસ પણ સામાન્ય જનતાને રોકી ઘેર રહેવા ફરજ પડી રહી છે ત્યારે ગુજરાતનાં જાણીતા લોક કલાકારે ગત ૪ એપ્રિલે કચ્છના ગાંધીધામ મધ્યે પોતાના મોસાળ મધ્યે સમય વિતાવી ગતરોજ એટ્લે કે ૧૫ એપ્રિલના રોજ રાજકોટમાં પોલીસ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી ઘેર રહો, ડાઉનની અમલવારી કરો !

આ બાબતે અગંત સૂત્રોનું માનીએ તો એક કચ્છની સ્થાનિક ન્યૂઝ ચેનલમાં ” ગાંધીધામમાં લોક ડાઉન થયા કીર્તિદાન…મોસાળમાં વિતાવી રહ્યા છે લોક ડાઉન…વર્ષો બાદ પરિવાર સાથે માણી પળો ” તેવા શિર્ષક સાથે કીર્તીદાન ગાંધીધામમાં લોક ડાઉન છે તેવું દર્શવાયું હતું. ત્યાર બાદ ગતરોજ એટ્લે કે ૧૫ એપ્રિલે કીર્તીદાન ગઢવીના ફેસબૂક પેજ પર રાજકોટની પોલીસને સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ યોજી ઘેર રહો, ડાઉનની અમલવારી કરો તેવો વિડીયો દર્શાવાયો છે તો આ તમામ મુદ્દે યક્ષ પ્રશ્ન ઊભો થાય છે કે શું કીર્તીદાન ગઢવી ૪ એપ્રિલ બાદ ગાંધીધામથી રાજકોટ આવ્યા ? શું તેમણે લોક ડાઉન લાગુ નથી પડી રહ્યું ? સાથે સાથે જાગૃત નાગરિકોમાં તેવું પણ ચર્ચાયું હતું કે ગાંધીધામથી રાજકોટ આવ્યા તેમાં શું સરકાર કે પોલીસ તંત્ર સહાયક બન્યું હશે ? આ બાબતે ચોક્કસથી ખૂલશો થવો જોઇયે જેથી કરીને લોકો ગેરમાર્ગે ન દોરાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *