ગાંધીધામના ૧૧ પરપ્રાંતિય શ્રમિકો બે માસથી પગારથી વંચિત રહેતા છેવટે સાઈકલથી પકડી વતનની વાટ

Contact News Publisher

લગભગ છેલ્લા ૨ મહિનાથી ચાલતા લોકડાઉન વચ્ચે દરેક ધંધા-રોજગાર પર માઠી અસર દેખાઈ રહી છે ત્યારે ગાંધીધામની પ્લાયવુડ ફેકટરીના માલિકે બે માસનો પગાર ન આપતાં ઉત્તર પ્રદેશ અને બિહારના 11 શ્રમિકો પોતાના વતનમાં રહેલા વ્યક્તિ પાસેથી પેટીએમથી નાણાં મંગાવી તેની સાયકલો ખરીદી સાયકલ ઉપર વતન જવા નીકળ્યા હતા. જેઓ ત્રણ દિવસે ભૂખ્યા પેટે ભીલડી આવ્યા હતા. જ્યાં ભીલડી પીએસઆઇ તેમજ નવી ભિલડી સરપંચ સહિત સેવાભાવી લોકોએ આર્થિક મદદ કરી વતન જવા માટેની વ્યવસ્થા કરી હતી.

અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો જે તે સ્થળે ફસાઈ ગયા છે. જીવને જોખમે વતનમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાંધીધામની પ્લાયવુડ ફેકટરીના માલિકે બે માસનો પગાર ન આપતાં ઉત્તરપ્રદેશના ચાર અને બિહારના સાત મળી કુલ 11 શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા. બે ટાઈમ ભોજન પણ ન મળતાં વતનમાં રહેલા વ્યક્તિ પાસેથી પે ટીએમથી નાણાં મંગાવી તેની સાયકલો ખરીદી હતી. અને 10 સાયકલ ઉપર વતન જવા નીકળ્યા હતા. જેઓ ત્રણ દિવસે ભૂખ્યા પેટે હતા. જ્યાં ભીલડી પીએસઆઇ એસ.વી. આહીર, સરપંચ મહેશભાઈ મોદી, અશ્વિનભાઈ રાઠોડ, સુરેશભાઈ સિલ્વા સહિત સેવાભાવી લોકોએ તમામ શ્રમિકોને ભોજન આપી તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તેમજ આર્થિક મદદ કરી પોતાની 10 સાઈકલો શ્રમીકો જોડેથી ખરીદીને આર્થિક ભાડા પેટે રૂ. 40,000 એકઠાં કરીને શ્રમીકોને મદદ કરી જવા માટેની વ્યવસ્થા કરી હતી. જેમને ગુરુવારે પાલનપુર ખાતેથી ટ્રેનમાં બેસાડી વતનમાં મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *