કચ્છમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી વચ્ચે કંડલા પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ જારી

Contact News Publisher

કચ્છમાં એકબાજુ કોરોનાનો કહેર ને હાલમાં કેરળ પાસે ઉભા થયેલા ડિપ્રેશનના ચક્રાવાત ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થવાની હવામાન ખાતાની આગાહી વચ્ચે કચ્છમાં કેટલાક સ્થળે હળવા-મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ કંડલા પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. કચ્છનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. પવનની ગતિ પાછલા બે દિવસથી મંદ પડી છે. મહત્તમ તાપમાન ઉંચકાતા લોકોએ આકરી ગરમી અનુભવી હતી. જુન માસના પ્રારંભે પવનની ગતિમાં ઘટાડો થતા અસહ્ય બફારો-ઉકળાટ અનુભવાયો હતો. લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને હાલના દિવસોમાં તાપમાન એક ડિગ્રી ઉંચકાતા ગાંધીધામ, આદિપુર વિસ્તારમાં આકરી ગરમીની અનુભૂતિ થઈ હતી. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે અરબ સાગરમાંનું ડિપ્રેશન ડિપ-ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે. આ ડિપ-ડિપ્રેશન આગામી 12 કલાકમાં ચક્રવાતમાં ફેરવાય એવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *