ભુજના શિવકૃપા નગરનો પાણીનો ટાંકો અચાનક થયો ધરાશાયી

Contact News Publisher

માત્ર વોટબેન્ક માટે રાજનીતિ કરતી ભુજ પાલિકાની બેજવાબદારી અને ભ્રષ્ટ બની ચૂકેલી નીતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવવા પામ્યું છે, આજે સવારના અરસામાં શિવકૃપાનગર સ્થિત ભુજ પાલિકાનો પાણીના ટાંકાનો સ્લેબ અચાનક તૂટી પડતાં ટાંકો ધરાશાયી થયો હતો.


લાંબા સમયથી જર્જરીત હાલતમાં રહેલો આ પાણીના ટાંકાની મરમત્ત માટે સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત રજૂઆતો પાલિકાના જવાબદાર સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી પણ પાલિકા તંત્ર દ્વારા હમેંશની જેમ આંખ આડા કાન કર્યા હતા, થોડા દિવસ અગાઉ ભારે ફૂંકાયેલા પવનમાં પણ નબડી કામગીરીના પાપે ભુજ-ખાવડા રોડ પર સાઇનબોર્ડ ધસી પડતાં વાહન ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો ત્યારે માં આશાપુરા ન્યૂઝ દ્વારા અગાઉ પણ ઘોર કુંભકરણની નિન્દ્રામાં રહેલી ભુજ નગર પાલિકાને શિવકૃપાનગરના જર્જરિત હાલતમાં રહેલા પાણીના ટાંકા વિષે વિસ્તૃત અહેવાલ દર્શાવી જાગૃત કરવાની પહેલ કરી હતી પરંતુ પાલિકા ”ચલતા હૈ, ચલને દો” નો અભિગમ અપનાવી રસ દાખવ્યો નહોતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાળઝાળ ગરમીના દિવસોમાં ભુજના 5 વોર્ડમાં આ એકમાત્ર પાણીના ટાંકા મારફતે પાણી વિતરણ થતું હોવાથી ભુજ પાલિકા તંત્રના પાપે અહીના લોકોને પાણી વગર હાલાકી ભોગવવાનો વારો આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News