ગુજરાતમાં 4 વર્ષની બાળકીની રેપ બાદ ઘાતકી હત્યા, લાશ બેડમાં છુપાવી, હવસખોરનું નામ કંપાવી દેશે

Contact News Publisher

નવા વર્ષે ગુજરાત ખળભળી ઉઠે તેવો એક કિસ્સો ઉજાગર થયો છે. 35 વર્ષના એક હવસખોરે તેની પડોશની 4 વર્ષની બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના હૈયુ કંપી જાય તેવી છે. અરવલ્લીના ધનસુરામાં 35 વર્ષીય નરાધમે પડોશમાં રહેતી ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી. હત્યા કર્યા બાદ તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. તેણે છોકરીની લાશને પથારીમાં છુપાવી દીધી.
આરોપીના ઘરમાંથી મળી બાળકીની લાશ
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના ઘરમાં બાળકીની લાશ લોહીથી લથપથ મળી આવી હતી. તેના હાથ-પગ બાંધેલા હતા. આરોપીએ બળાત્કાર અને ગળું દબાવતા પહેલા બાળકીના મોં પર કપડું બાંધી દીધું હતું જેથી તે કોઈ અવાજ ન કરી શકે. હત્યા કર્યા બાદ તેણે બાળકીના મૃતદેહને તેના ઘરના પલંગમાં છુપાવી દીધો હતો.
ગામલોકોએ નરાધમને પકડ્યો
ધનસુરા સબ ઈન્સપેક્ટર એસ.જે.દેસાઇએ જણાવ્યું હતું કે આરોપી શનિવારે સાંજે કોઇ બહાને બાળકીને તેના ઘરે લઇ ગયો હતો. તેણે બાળકી પર બળાત્કાર કર્યો અને તેનું ગળું દબાવીને હત્યા કરી. આ ઘટના શનિવારે સાંજે પ્રકાશમાં આવી જ્યારે છોકરીના માતા-પિતાએ તેમની પુત્રી ગુમ હોવાની ફરિયાદ કરી. ગ્રામજનોએ તરત જ બાળકીની શોધ શરૂ કરી. જ્યારે તેઓએ આરોપીના ઘરની તલાશી લીધી ત્યારે તેમને પલંગની નીચે ધાબળામાં વીંટાળેલી બાળકીનો મૃતદેહ મળ્યો. તેના હાથ-પગ બાંધેલા હતા અને મોઢું કપડાથી ઢાંકેલું હતું. ત્યાર બાદ ગામલોકોએ પકડીને નરાધમને પોલીસને હવાલે કર્યો હતો.
આવી ઘટના ગુજરાત માથે બટ્ટો
ધનસુરામાં 4 વર્ષની બાળકીના રેપ અને હત્યાની ઘટના ગુજરાત માથે બટ્ટા સમાન છે. વાસનાની પૂર્તિ માટે માણસ કેટલો અધમતાની કક્ષાએ જાય તેનો આ જીવતો જાગતો દાખલો છે. આવી ઘટનાની સમાજ પર કેવી ઘાતક અસર પડતી હોય છે. આવી ઘટનાઓ તાકીદે અટકવી જોઈએ. માત્રને માત્ર પોતાની પશુ જેવી વાસનાની પૂર્તિ માટે એક માસૂમનું જીવતર નર્ક બનાવી દેવું અને પરિવારનો સંતાપ-પીડા વેઠવી કેવી કરુણ ઘટના છે.

Exclusive News