આગોતરા વરસાદને પગલે કચ્છમાં ૨૫ દિવસ વ્હેલી કેસર કેરીની સીઝન પુરી થયી

Contact News Publisher

ફળોના રાજા માટે આ સીઝન કચ્છમાં ડબલ ઝટકા સમાન રહી. પહેલા તો આ વર્ષે સીઝન મોડી આવી, બાદમાં લોકડાઉન અને કચ્છમાં થયેલા આગોતરા વરસાદના પરિણામે સીઝન વહેલા બંધ કરવી પડી તો કચ્છની માર્કેટમાં હાલ કેસર કેરીનો જે સ્ટોક પડ્યો છે તે ત્રણ અઠવાડિયા સુધી માંડ ચાલશે.


આ સીઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ૪૮,૦૦૦ હેકટર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન કરાયું હતું. કેસર કેરીની હરાજીના સૌથી મોટા સેન્ટર તલાલા AMPCમાં પણ કેરીના બોકસ આવવાનું ઓછું થઈ ગયું છે. શરૂઆતમાં રોજના ૪૦,૦૦૦થી ૪૫,૦૦૦ બોકસની આવક થતી હતી. પરંતુ હવે આ સંખ્યા ઘટીને ૧૧,૦૦૦ સુધી પહોંચી ગઈ છે.
કચ્છી કેસરના ખેડૂતો આવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંજાર તાલુકામાં કેરી પકવતા ખેડૂત રદ્યુ આહીર કહે છે, ૭ જૂને આવેલા વાવાઝોડાથી સમગ્ર જિલ્લામાં ઝાડ પર રહેલા ફળોને નાશ થયો. જેના કારણે વેપારીઓને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં ઊંચા ભાવ મળ્યા છે. ડિમાન્ડને જોતા ખેડૂતોએ પણ મોટા પ્રમાણમાં કાચા ફળો ઉતારી લીધા જેને વેપારીઓએ આર્ટિફિશિયલ અને બીજી રીતથી પકવ્યા. વાવાઝોડાની વોર્નિંદ બાદ ખેડૂતોએ બાકી રહેલો તમામ લોટ ઉતારી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *