રાપરના નીલપરની દેના બેંકના મેનેજરને રાજસ્થાનમાં થયા કોરોના પોઝીટિવ

Contact News Publisher

ગતરોજ કોરોના કચ્છમાં સદી વટાવી ચૂક્યો છે ત્યારે રાપરમાં પણ પોતાની પકડ મજબુત કરતો હોય તે રીતે અહીના રઘુનંદન સોસાયટી (પાવરહાઉસ)માં રહેતાં અને નીલપરની દેનાબઁકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય વેદ પ્રકાશ મિણા ૬ઠ્ઠી જૂનના નીલપર ગામેથી બેન્ક બંધ કરીને પોતાના વતન રાજસ્થાનના અલવર ખાતે પ્રાઇવેટ વાહનમાં ગયા હતા. જેમણે ત્યાં કોરોનાનો રિપોર્ટ કરાવતાં જે ૧૧મી જૂનના પોઝીટીવ આવ્યો હતો. જેથી તેઓને રાજસ્થાનની સ્થાનિક અલવરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાપરમાં અંદાજિત ૨૦૦૦ જેટલા લોકો મુંબઈ થી આવ્યા છે ત્યારે નિલપરના સ્થાનિક લોકોનું કહેવું છે કે મેનેજર અહીં હતા ત્યારે શરદી ખાંસીની તકલીફ હતી અને અહીંથી જ લોકલ સંક્રમણ થયું હોવાનો ભય વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *