કચ્છ જિલ્લા પંચાયત દ્વારા તમામ મીડિયાઓનું બિલ પેમેન્ટ અટકાવાયું : સુકા ભેગા લીલા બળ્યા જેવો તાલ

Contact News Publisher

પ્રિન્ટ મીડિયા હોય કે ઈલેક્ટ્રોનિક મીડિયા તેઓએ હમેંશા એક જાગૃત સંત્રી તરીકેની ભૂમિકા ભજવી છે ત્યારે હાલમાં જિલ્લા વિકાસ અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકમાં કચ્છના તમામ સમાચાર પત્રો તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયામાં અગાઉ આપેલી જાહેરાતો સંદર્ભે સરકારની સૂચના અને જોગવાઇઓ હેઠળ તથા નિયમો અન્વયે બિલની ચુકવણી થઈ શકશે નહીં તેમજ પંચાયતના સ્વભંડોળમાંથી શુભેચ્છાઓ-જાહેરાતો ન આપવા પણ જણાવાયું હતું.

તાલુકા વિકાસ અધિકારી દ્વારા અપાયેલી યાદી મુજબ કચ્છના ૩૦ થી વધુ અખબારો તેમજ ટીવી ચેનલોના અંદાજિત ૧,૭૦,૦૦૦ જેટલી બિલની રકમ અટવાઈ જવા પામી છે ત્યારે કચ્છના અમુક સમાચાર માધ્યમોણે બાદ કરતાં જેઓ હાલમાં ચાલી રહેલી મહામારી દરમ્યાન સરકાર દ્વારા અપાયેલા સૂચનો લોકો સુધી પહોચાડયા, સરકાર દ્વારા જાહેર કરાતી વિવિધલક્ષી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોચાડવાનું માધ્યમ બન્યા તેવા અખબારો તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા માટે આ પડ્યા પર પાટુ સમાન છે, કચ્છમાં અમુક સમાચાર માધ્યમો જેના ક્યારેય નામ પણ ન સાંભડયા હોય તેવા ચોપનિયા તેમજ સોશિયલ મીડિયા સમાચારોના માધ્યમોના ભોગે સાચા પ્રિન્ટ મીડિયા તથા ઈલેક્ટ્રોનિક મીડિયા ભોગ બનતા સુકા ભેગા લીલા બળ્યા જેવો તાલ સર્જાયો છે.

વાત કરીયે મા આશાપુરા ન્યૂઝની તો હમેશા પોતાની જવાબદારીને પોતાની ફરજ સમજીને હાલમાં કોરોના મહામારી દરમ્યાન બે હજાર કોરોના વાઇરસ અને જન જાગૃતિ સંદર્ભે ના વિડીયો અહેવાલ પ્રસિધ્ધ કર્યા છે જે આપ YOUTUBE પર maa news live સર્ચ કરી પેજની PLAYLIST માં જોઈ શકો છો. હાલમાં મંદીની અસરતળે ચાલતા સમાચાર માધ્યમોમાં આ નિર્ણયથી કચવાટની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *