રાપરમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયો

Contact News Publisher

રાપરના સરકારી હોસ્પિટલમાં થી પોલીસ કર્મચારીઓને ચકમો આપીને ભાગી છૂટેલો દુષ્કર્મના આરોપી ને પોલીસે ડાભુંડા થી ઝડપી પાડયો હતો.


આ અંગેની મળતી વિગતો મુજબ રાપર તાલુકાના શાનગઢ માંથી આરોપી અરવિંદ પ્રભુ કોલી એ ૧૪ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને તેમનું અપહરણ કરીને લઈ ગયો હતો અને બાઈક ઉપર સગીરાને બેંગલોર લઈ ગયો હતો અને ત્યાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું ફરિયાદ થયા બાદ રાપર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ લઇ આવ્યા ત્યારે પોલીસ જાપ્તામાંથી આરોપી અરવિંદ પ્રભુ કોલી ફરાર થઈ ગયો હતો આ મામલામાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાઈ છે બીજી તરફ આરોપીને પકડવા માટે પોલીસ એ સધનકાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન બાતમીના આધારે ડાભુંડા ની સીમમાં છે બાઈક લઈને જતો હતો ત્યારે તેમને પકડી પાડ્‌યો હતો અહીં આરોપીએ બાઈક પોલીસની ગાડી સાથે ભડકાવીને ફરીથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેમને પકડી પાડ્‌યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

1 thought on “રાપરમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *