કોરોનાના કપરા કાળ વચ્ચે “વંદે ભારત મિશન” અંતર્ગત કચ્છની દીકરીએ હીર ઝળકાવ્યું

Featured Video Play Icon
Contact News Publisher

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે પોતાનો કાળો કેર પ્રસ્થાપિત કર્યો છે તેવામાં ભારત સરકાર દ્વારા “વંદે ભારત મિશન” શરૂ કરી દેશ બહાર વસતા નાગરિકોને પરત ભારતમાં લઈ આવવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છ માટે કચ્છનું ગૌરવ કહી શકાય તેવા કચ્છના દીકરી કેપ્ટન ઉર્વી ગિરીશ જોષી- ધોલી એર ઇન્ડિયામાં ફલાઈટ કેપ્ટન તરીકેની ખાસ ફરજ બજાવી રહ્યા છે.


તેમની આ ફરજ દરમ્યાન હાલ ચાલી રહેલા ભારત સરકારના “વંદે ભારત મિશન” અંતર્ગત હેઠળ Boeing 777 AIR INDIA-બોઈન્ઞ ૭૭૭ એરક્રાફટ શિકાગો USA ના શહેરોમાં કોરોના વાઈરસની મહામારીને લીધે ફસાયેલા 325 ભારતીય નાગરિકોને હેમખેમ ભારત લઈ આવી ન માત્ર પરિવાર પરંતુ કચ્છ સારસ્વત સમાજ સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે, કેપ્ટન ઉર્વી ગિરીશ જોષી મુંબઈ બેઝ છે. અને તે ગિરીશ ગૌરીશંકર જોષી ધોલી કસ્ટમ એજન્ટ (રેજીયોનલ મેનેજર-ગુજરાત) ને કચ્છ કંડલા મા પ્રથમ મહિલા જ્યોતિષી શ્રીમતિ હિના ગિરીશ જોષી (ધોલી ) મુળ ગામ બાયઠ-માંડવી હાલે આદિપુર-કચ્છના દિકરી છે. “વંદે ભારત મિશન” અંતર્ગત આ જવાબદારીભર્યું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડી કેપ્ટન ઉર્વી કચ્છની તમામ દીકરીઓ માટે એક પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે જેમને ઠેર ઠેરથી શુભેછાઓ મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News