અદાણી જૂથ કચ્છમાં રૂા.૫,૩૦૦ કરોડના ખર્ચે સિમેન્ટ પ્લાન્ટ સ્થાપશે

Contact News Publisher

અદાણી જૂથ માટે સિમેન્ટ બિઝનેસમાં મોટા પાયે પ્રવેશવાના તમામ દ્રાર ખૂલી ગયા છે. જૂથ દ્રારા કચ્છમાં લખપત ખાતે રૂા.૫,૩૦૦ કરોડના રોકાણ સાથે સિમેન્ટ અને કિલંકર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. અદાણી જૂથની અદાણી સિમેન્ટેશન લિમિટેડને પ્લાન્ટના ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ માટે પર્યાવરણ વિભાગની લીલી ઝંડી મળી ગઇ છે. કંપની છેલ્લા બે-ત્રણ વર્ષથી આ પ્રોજેકટની વિવિધ મંજૂરીઓ મેળવવા સક્રિય હતી.


ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્રોજેકટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, અદાણી સિમેન્ટેશન લખપત પાસે ૧૩ મિલિયન મેટિ્રક ટન ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપશે. તેમાં કંપની ત્રણ તબકકામાં રૂા.૫,૩૦૦ કરોડનું રોકાણ કરે તેવાં હાલમાં અંદાજ છે. જોકે, પ્રોજેકટના ખર્ચમાં વધારો પણ થઇ શકે તેમ છે. આ પ્લાન્ટની બાજુમાં મધવાય ગામ પાસે આવેલી લાઇટની ખાણો આ પ્રોજેકટ માટે મહત્વની છે. જૂન ૨૦૧૭માં ઇ-ઓકશન દ્રારા આ ખાણો ફાળવાઇ છે અને તે અંગેનો એલઓઆઇ પણ આપવામાં આવ્યો છે. લાઇમસ્ટોન માઇન્સની બાજુમાં જ પ્લાન્ટ હોવાને પગલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો આવે તેવું આયોજન છે.

અદાણી સિમેન્ટેશનએ અદાણી એન્ટરપ્રાઇસની પેટા કંપની છે. તેના સિમેન્ટ પ્લાન્ટની કિલંકર ક્ષમતા વાર્ષિક ૧૦ મિલિયન મેટિ્રક ટન હશે અને તતે પ્રતિ વર્ષ ૩ મિલિયન મેટ્રીક ટન ઓપીસી, પીપીસી કોમ્પોઝિટ સિમેન્ટનું ઉત્પાદન કરશે. કંપની વાર્ષિક ૧૫ મિલિયન મેટિ્રક ટન ટ્રાફિક હેન્ડલ કરી શકે તેવી બથિગ જેટ્ટી પણ સ્થાપશે. કંપની કિલંકરમાંથી સિમેન્ટ ઉત્પાદન કરવાની સાથે મુંબઇમાં પ્લાન્ટ ખાતે સપ્લાય કરશે. બાકીના કિલંકરને મુંદ્રા, ઉડીપી અને દહેજ ખાતે ગ્રાઇડિંગ યુનિટને પહોંચાડશે. આ ઉપરાંત અદાણી સિમેન્ટેશન બાકી રહેલા કિલંકરની નિકાસ પણ કરશે.
અદાણી સિમેન્ટેશન આ કિલંકરાઇઝેશન અને સિમેન્ટ પ્રોજેકટમાં લખપત પાસે મુધવાય ગામમાં લાઇટ માઇન્સ, કોરિયાણી ગામમાં સિમેન્ટ પ્લાન્ટ, કન્વેયર કોરિડોર અને કચ્છના અખાત નજીકના વિસ્તારમાં બથિગ જેટ્ટી વિકસાવશે. આ પ્રોજેકટ લખપત તાલુકામાં લગભગ ૪૫૪ હેકટર વિસ્તારમાં આવેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *