કચ્છમાં ફરી કંપન : વહેલી સવારે પાંચ વાગ્યે અને રાતે ૨ વાગ્યે ધરા ધણધણી

Contact News Publisher

કચ્છમાં નાના મોટા આફટર શોકનો સિલસિલો છેલ્લા એક સપ્તાહથી અવિરતપણે ચાલુ રહેવા પામ્યો છે તેવામાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે અને રાતે ૨ વાગ્યે ધરા ફરી એકવાર ધણધણી ઉઠી હતી, જો કે આ બંને કંપનો અનુક્રમે ૧.૮ અને ૨.૦ હોવાથી તેની ખાસ કહી શકાય તેવી કોઈ અસર થવા પામી ન હતી.

કચ્છ સહિત ગુજરાતભરમાં આંચકાઓનો દોર યથાવત રહેતા કેન્દ્રની સિસ્મોલોજિકલ ટીમે કચ્છમાં ધામા નાખ્યા હોવાનું પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું, સમયાંતરે આવી રહેલા નાના મોટા કંપનોએ ભચાઉ-રાપર પંથકના રહેવાસીઓના મનમાં દર ઊભો કરી દીધો છે ત્યારે કચ્છ સિસ્મિક ઝોન-૫ માં આવતો હોવાથી ભૂકંપ ફરીથી તારાજી સર્જી શકે તેવી શક્યતા પણ કેન્દ્રની સિસ્મોલોજિકલ ટીમ દ્વારા વ્યક્ત કરાઇ છે ત્યારે ઉલ્લેખનીય છે કે ફરી પાછા ગતરોજ તેમજ આજે વહેલી સવારે આવેલા બંને કંપનોએ ફરી એક વખત ભયનો માહોલ ઊભો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *