કચ્છ પર કેન્દ્રિત થયેલું લો પ્રેશર ૨૪ કલાકમાં વધુ મજબૂત બનશે

Contact News Publisher

ગઇકાલે દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત થયેલું સાયકલોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થવા સાથે હવે તે કચ્છ અને આસપાસના વિસ્તારમાં કેન્દ્રિત થયું છે. આ લો પ્રેશર ૨૪ કલાકમાં વધુ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વરસાદની આગાહીના પગલે કચ્છભરમાં એનડીઆરએફની એક ટીમ ફાળવાઈ છે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે, વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થનારી આ સિસ્ટમની અસર તળે કચ્છના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે અને કયાંક અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ખાસ કરીને દરિયાઇપટ્ટીના વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા દેખાઇ રહી છે. સિસ્ટમની અસરથી પવનની’ ગતિ વધુ રહેવા સાથે દરિયામાં પણ તેની અસર જોવા મળે તેવીય સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *