કચ્છમાં ૨૩ દિવસમાં ૮૬ કેસ : ભુજ એસ. ટી. બસ સ્ટેન્ડ પર ઉડતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

Contact News Publisher

લોકડાઉન હળવું થયા બાદ અનલોકના આરંભ સાથે જ કચ્છમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વિસ્તરી રહ્યું છે. આ મહામારીએ સરહદી જિલ્લાના તમામ તાલુકાને પોતાની ચપેટમાં લઇ લીધા હોય તેમ પાછલા ૨૩ દિવસમાં ૮૬ કેસ સામે આવ્યા છે તેમ છતાં જાણે કોરોનાનો લોકોમાં કોઈ ભય જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો ભુજ એસટી મથક પર જોવા મળ્યા હતા.


કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં રૂટો શરૂ કરાયા બાદ તંત્રને ચોક્કસપણે આર્થિક રાહત મળી છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે પ્રવાસીઓના જીવ ચોકકસપણે જોખમમાં મુકાયા છે, નવાઈ ની વાત તો એ છે કે ભુજના એસ.ટી. મથક પર પોલીસ, એસ.ટી. તંત્રના સત્તાવાહકો ની નજર સમક્ષ લોકો બસમાં ચડતી વખતે વગર માસ્ક કે કોઈ પણ જાતના સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના ધક્કાધુમીથી બસમાં ચડતા નજરે પડતાં હોય છે, ભુજ એસટી તંત્રનો આ બેજવાબદારી ભર્યો અભિગમ અને લાપરવાહીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કેટલી જિંદગીઓને મહામારીની ઝપટમાં લેશે તે આવનારો સમાજ દર્શાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *