હજુ ૩ દિવસ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Contact News Publisher

હવામાન વિભાગે બુધવારે કચ્છ તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી આગામી 3 દિવસ સૌથી મોટી ઘાત રહેલી છે. કચ્છમાં દરિયા કિનારે વસતા લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદ બાદ નવવી જુલાઇથી ક્રમશ: વરસાદનું જોર ઘટશે. તો કચ્છમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીયે તો સિઝનનો કુલ ૫૧ % વરસાદ ગઇકાલ સુધીમાં પડી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં કોરોનાના વધતા કેસો, અવિરત ચાલુ રહેતા કંપન બાદ હવામાન વિભાગની આ આગાહી નવી ઘાત સમાન બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News