પુર્વ કચ્છના પાંચ હજારથી વધુ છાત્રો હજુ પાઠયપુસ્તક વિહોણા

Contact News Publisher

કોરોનાના ભય વચ્ચે અનલોક-૨ અમલી બનતા મોટાભાગના વ્યવસાયકારો અને ધંધાર્થીઓને છુટછાટ અપાતા જનજીવન સામાન્ય થતું જાય છે. જોકે શૈક્ષણિક તમામ સંસ્થાઓઓ બંધ રાખવાના સરકારના આદેશ સાથે બાળકોનું ભણતર ન બગડે એવા હેતુ ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓને અપાય છે. પરંતુ મળતી માહિતી મુજબ પુર્વ કચ્છના સરકારી અને માધ્યમિક શાળાઓમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો હજુ સુધી મળ્યા નથી!

પૂર્વ કચ્છમાં વૈશ્વિક મહામારીના ભય વચ્ચે લાંબા લોકડાઉન બાદ અનલોક-૨માં જનજીવન પુર્વવત થવા લાગ્યું છે. છાત્રોના ભવિષ્યનો વિચાર કરીને ઓનલાઈન શૈક્ષણિક કાર્ય આપવાનું શરૃ કરાયું છે. પરંતુ પુર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકામાં ધો. ૯માં ગુજરાતી, અંગ્રેજી, પી.ટી., કોમ્પ્યુટરના પાઠય પુસ્તકો વિદ્યાર્થીઓને નથી મળ્યા. તેમજ ધોરણ ૧૦માં ગુજરાતી, અંગ્રેજી, સમાજવિદ્યા તથા ધો. ૧૧માં અંગ્રેજી પાઠય પુસ્તક વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ત્રણેય ધોરણના ત્રણ હજારાથી વધુ છાત્રો પુસ્તક વગરના રહી ગયા છે. જોકે આ બાબતે જવાબદારોના કહેવા મુજબ કોરોનાના કારણે પુસ્તકોની ગાડીઓ આવવામાં વિલંબ થયો છે. દર વર્ષે પાંચ ગાડીમાં આવે છે આ વર્ષે ત્રણ ગાડી આવી છે. બે ગાડી હજુ આવવાની બાકી છે. જે આગામી ટુંક સમયમાં આવી જશે. રાપર અને ભચાઉ તાલુકામાં પણ પુરતા પાઠય પુસ્તકો ન મળ્યા હોવાનું વાલીવર્ગ જણાવે છે. આ તાલુકામાં ધો. ૯માં વિજ્ઞાન, અંગ્રેજી, શારીરિક શિક્ષણના પુસ્તકો તથા ધો. ૧૨ના ગુજરાતી નું પુસ્તક વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું નથી. રાપર અને ભચાઉની અંદાજીત ૫૦ જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાના અંદાજીત ૩ હજાર જેટલા બાળકો પાઠય પુસ્તક વિહોણા છે. તો વધુ મળતી માહિતી મુજબ સામખીયાળી અને ભચાઉની મોડેલ શાળામાં પણ ધો. ૬ થી ૮ ના પાઠયપુસ્તકો નથી પહોંચ્યા. આ બાબતે જવાબદારોના કહેવા મુજબ પુસ્તકોની ગાડીઓ આવે એ રીતે વિતરણ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. આમ કોરોનાની અસર શિક્ષણ તંત્રને થઈ છે.

6 thoughts on “પુર્વ કચ્છના પાંચ હજારથી વધુ છાત્રો હજુ પાઠયપુસ્તક વિહોણા

  1. I believe everything typed made a lot of sense. However,
    think on this, suppose you added a little information? I mean, I don’t want
    to tell you how to run your website, but what if you added a title that makes
    people want more? I mean પુર્વ કચ્છના પાંચ
    હજારથી વધુ છાત્રો હજુ પાઠયપુસ્તક વિહોણા – Maa Ashapura is kinda vanilla.
    You should look at Yahoo’s front page and watch how they create article headlines to get people interested.
    You might add a video or a picture or two to grab people
    excited about what you’ve written. In my opinion, it might
    bring your website a little livelier.

  2. Hey! Someone in my Facebook group shared this website with us
    so I came to check it out. I’m definitely loving the information. I’m book-marking
    and will be tweeting this to my followers! Superb blog and fantastic design and style.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *