વેચાણ ભાવમાં મોટો તફાવતના મુદ્દે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘે APMCમાં કરી રજૂઆત

Contact News Publisher

ભુજ તાલુકામાં શાકભાજીનો પાક લેતા ખેડૂતો એપીએમસીમાં માલ વેચવા આવે ત્યારે દલાલો દ્વારા તેમને ચૂકવાતી કિમત અને વેચાણ ભાવમાં મોટો તફાવત હોય છે જે યોગ્ય ન હોવાની લાગણી સાથે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘે ભુજ ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી.

આ અંગે માધાપરના કિસાને વ્યક્તિગત રીતે અને ભારતીય કિસાન સંઘે પણ એક સપ્તાહ પૂર્વે રજૂઆત કરીને દલાલો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી પણ આજ દિવસ સુધી તેમ થયું નથી. બકાલા માટે ખેડૂતોને ચૂકવાતા અને વેચાણના ભાવમાં મોટો તફાવત હોતાં આ દિશામા તાકીદે પગલા ભરવા તેમજ દલાલોના પ્રતિનિધિ મંડળ અને ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ વચ્ચે બેઠક યોજવા આવેદનમાં માગ કરાઇ હતી. ભુજ તાલુકા પ્રમુખ કાનજી ગાગલ, જિલ્લા ઉપપ્રમુખ ભીમજી કેરાસિયા, માજી જિલ્લા પ્રમુખ માવજી જાટિયા, ગોવિંદ વાગડિયા સહિતના ખેડૂત આગેવાનોએ એપીએમસીના સેક્રેટરી શંભુભાઇ બરાડિયા સમક્ષ રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News