ગત રોજ ભુજની જી.કે. માંથી ફરાર કોરોના પોઝિટિવ ઝડપાયો, પણ ક્યાં થી ? જાણો ફરાર થવા પાછળનું કારણ…

Contact News Publisher

શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. દર્દી મોબાઈલ સ્વીચઓફ કરી હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. વેલ્સપન કંપનીમાં કામ કરતો સીતારામ કુંવર નામનો શખ્સને કોરોના શંકાસ્પદ તરીકે સેમ્પલ લઈ GKમાં લાવવામાં આવ્યા હતા. જોકે, કોરોના પોઝિટિવ આવ્યા પછી દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. સીતારામ અંજારના મફત નગરનો રહીશ છે.

ભુજની જનરલ હોસ્પિટલમાં ભાગેલ કોરોના પોઝિટિવ દર્દીનો વીડિયો પણ સામે આવ્યો હતો. હોસ્પિટલના ગેટ સામેથી જ બસમાં બેસતા CCTVમાં કેદ થયો હતો. ભુજ વડનગર એસ.ટી બસમાં બેસતો વીડિયો સામે આવ્યો છે. આ બસમાં મુસાફરી કરનાર લોકોને પોલીસ વિભાગ તરફથી સેલ્ફ કોરેન્ટાઇન અપીલ પણ કરવામાં આવી છે. જોકે, ગઈ કાલે ભાગી ગયેલો આ દર્દી અંજારના રેલ્વે સ્ટેશન પાસેથી આજે મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડાયો છે. દર્દી ભાગી જતાં તંત્ર દ્વારા વ્યાપક શોધખોળ આદરી હતી. દર્દીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.

સામાન્ય રીતે વ્યક્તિ બીમાર પડે એટ્લે હોસ્પિટલ તરફ દોડ મૂકે ત્યારે ક્યાં કારણોસર સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાંથી જ ભાગવું પડ્યું ? શું આરોગ્ય વિભાગ સંક્રમિત વ્યક્તિની મનોદશાને સમજવામાં નિષ્ફળ રહે છે ? સાથે સાથે લોકોમાં તેવા પણ તર્ક વિતર્ક વહેતા થયા છે કે એવું તે શું થયું હશે અથવા તો તે વ્યક્તિ સારવાર દરમ્યાન એવું શું જોઈ ગયો હશે કે ફરાર થવા મજબૂર થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *